(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

યુવા ચાહકોના ચોકલેટી હીરો વરુણ ધવન છેલ્લા એક વરસથી ઘણા ડાયરેકટર્સ સાથે મુલાકાત કરી રહ્યો છે અને સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે. છેલ્લી થોડી ફિલ્મોમાં વરુણને ખાસ સફળતા મળી નથી. તેથી હવે તે સમજી વિચારીને ફિલ્મ અંગે નિર્ણય લઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એકશન ફિલ્મોના જાણીતા દિગ્દર્શક મોહિત સૂરીની ફિલ્મમાં હવે વરુણ જોવા મળશે. મોહિત સૂરી એકશન પેક્ડ લવ સ્ટોરી બનાવા માટે જાણીતા છે અને વરુણની નવી ફિલ્મ પણ આ જ વિષય પર આધારિત હશે તેમ સૂત્ર કહે છે. વરુણને મોહિત સૂરીનું કામ બહુ પસંદ છે. મોહિતે પોતાની નવી ફિલ્મનો પ્રોજેક્ટ સમજાવ્યો છે. વરુણ ધવને હજી સુધીની કારકિર્દીમાં આવી ફિલ્મ કરી નથી. વરુણે મોહિતને એ આઇડિયા પર આગળ વધવાનું કહ્યું છે અને સ્ક્રિપ્ટ પૂરી થયા પછી ફરી બંને વધુ ચર્ચા કરશે. મોહિત સૂરી અત્યારે એક ફિલ્મ ‘વિલન રિટર્ન્સ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પુરી થાય પછી મોહિત વરુણની સાથે પોતાની નવી ફિલ્મ શરૂ કરે તેવી શક્યતા છે. જોકે આ ફિલ્મ ક્યારે ફ્લોર પર આવશે તેની કોઇ માહિતી નથી. વરુણ અત્યારે ભેડિયા અને જુગ જુગ જિયો ફિલ્મનું શૂટિંગ પુર્ણ કરશે અને આ પછી જ તે મોહિત સૂરીની ફિલ્મ શરૂ કરશે.