વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 97 વર્ષની વયે અવસાન પામેલા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કરવા માટે X પર આ તસવીર પોસ્ટ કરી હતી. (ANI Photo)

પીઢ ફોટોજર્નાલિસ્ટ પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાનું સોમવારે નિધન થયું હતું. તેઓ 96 વર્ષના હતાં. તેમનું તેમની પુત્રી કાનન જોશીના ઘરે વય-સંબંધિત બીમારીને કારણે નિધન થયું હતું. મહેતાને 2018માં સાહિત્ય અને શિક્ષણ-પત્રકારત્વ ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના હળવદના વતની ઝવેરીલાલે 1970ના દાયકાથી ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચાર સાથે મુખ્ય ફોટો પત્રકાર તરીકે કામ શરૂ કર્યું હતું. તેમની રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં ફોટો જર્નાલિસ્ટ તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

સ્વર્ગસ્થ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઝવેરીલાલને રાખડી બાંધતાં હતા. કિશોર કુમાર જેવી સ્ટાઈલ માટે જાણીતા ઝવેરીલાલ માત્ર તેમના ફોટોગ્રાફ માટે જ નહીં, પણ ફોટો લાઈન્સ માટે પણ જાણીતા બન્યાં હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના અવસાનના સમાચાર અત્યંત દુઃખદ છે. અખબાર જગતમાં લાંબી કારકિર્દી દરમિયાન ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના… ૐ શાંતિ…!!

LEAVE A REPLY

four × three =