(Photo credit should read BAY ISMOYOAFP via Getty Images)

વીએચપી યુકેના જનરલ સેક્રેટરી વિનયા શર્માએ જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસના કારણે આપણા સમુદાયના લોકોના મોટા પ્રમાણમાં કરૂણ મોત થઇ રહ્યા છે અને રોગચાળાને કારણે આખુ વિશ્વ અભૂતપૂર્વ સમયનો સામનો કરી રહ્યુ છે. કવોરેન્ટાઇન, આઇસોલેશન અને સોશ્યલ ડિસ્ટન્સીસના કારણે અંતિમ સંસ્કાર કરવા માટે બ્રાહ્મણની સુવિધા મળતી નથી ત્યારે મૃતકની અંતિમ વિધી હિન્દુ અને જૈન શાસ્ત્રોક્ત વિધી મુજબ થઇ શકે તે આશયે વિશ્વ હિન્દુ પરિષદ, યુકે દ્વારા મરણ પામનાર સ્વજનની અંતિમ વિધી વખતે પ્રાર્થના અને અન્ય સ્પીરીચ્યુઅલ શાસ્ત્રોક્ત અંત્યેષ્ઠી વિધિ માટેના વિવઘ ભાષામાં વિવિધ ધર્મગુરૂઓ, નિષ્ણાંત પંડિત અને બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવેલા શ્લોકોના ઓડીયો રેકોર્ડીંગની ક્લીપ્સ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોતાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે.

દુ:ખભર્યા સમયમાં પરિવારો હિન્દુ ધર્મની વિધિ મુજબ પોતાના વ્હાલા સ્વજનના પવિત્ર અંતિમ સંસ્કાર કરી શકે તે માટે ગુજરાતી, હિન્દી, ઇંગ્લીશ, તેલુગુ અને તામિલ ભાષામાં શ્લોકો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અંત્યેષ્ઠી અને આ કપરા સમયમાં કઇ રીતે વિધી કે પ્રાર્થના કરવી તેની સમજ આપતી હિન્દુ ફ્યુનરલ રાઇટ્સ નામની એક પુસ્તિકા પુસ્તીકા વીએચપી યુકે (યોર્કશાયર) દ્વારા બ્રેડફોર્ડ મેટ્રોપોલિટન કાઉન્સિલ કમ્યુનિટિ એન્ટરપ્રાઇઝ સેક્શન સાથે મળીને પ્રકાશિત કરી છે. જેની પીડીએફ ફાઇલ પણ વેબસાઇટ પર મૂકવામાં આવી છે. જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

વીએચપી યુકે દ્વારા આપવામાં આવતી આ સેવા માટે જૂઓ વેબસાઇટ www.vhp.org.uk/lastriteservices/

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા અંત્યેષ્ઠીની સેવા

લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા સમુદાયના સભ્યોને કોવિડ-19ના કારણે આવેલા આ મુશ્કેલ સમયમાં LCNL બિરેવમેન્ટ કમિટી દ્વારા અંત્યેષ્ઠીની સેવા વિડીયો કેન્ફરન્સીંગ દ્વારા આપવામાં આવી રહી છે. જેમાં પ્રાથર્ના, મ્યુઝીશીયન્સ અને સીંગરની સેવા, ઘરે અંત્યેષ્ઠીની સેવા અને ક્રિમેટોરીયમ ખાતે ફ્યુનરલ રાઇટ્સની સેવા આપવામાં આવશે. સંપર્ક: વિનુભાઇ કોટાચા 07956 847 764 અને રમેશભાઇ દેવાણી 07957 150 505.