(ANI Photo)

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ પહેલી મેએ યોજવામાં આવે તેવી શક્યતા છે. આ દિવસે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ સરકારે ચાલુ વર્ષમાં છઠ્ઠી જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો,
આ ઇન્વેસ્ટર સમીટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. પરંતુ હજુ સુધી તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. જોકે, કાર્યક્રમને લઈને તૈયારીઓ શરુ થઈ ગઈ ગઈ છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

એક તરફ કોરોનાની ત્રીજી લહેરના વળતા પાણી શરુ થઈ ગયા છે ત્યારે હવે મોકૂફ રખાયેલા વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ફરી આયોજન કરવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બજેટ પત્ર પૂર્ણ થયા પછી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકાનું પ્રથમ બજેટ સત્ર 2 માર્ચથી 31 દરમિયાન મળશે અને આ પછી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરાશે તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલની સરકારનું પહેલું અને અંતિમ બજેટ રજૂ થવાનું છે.