Tata Group will merge 4 airlines under Air India:
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતાં ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે રાબેતા મુજબની ઇન્ટરનેશનલ ફ્લાઇટ 31 જાન્યુઆરી 2022 સુધી ફરી ચાલુ ન કરવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો.

ભારતે કોરોનાના કહેર વચ્ચે ગયા વર્ષે માર્ચ મહિનાથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી હતી. જે પછી મહામારીની અસર ઓછી થતાં લોકડાઉન જેવા નિયમોને હળવા બનાવતાં સરકારે ‘એર બબલ’ વ્યવસ્થા સાથે કેટલીક ફ્લાઈટ્સ શરૂ કરી હતી. પરંતુ હાલમાં ભારત સહિત દુનિયાના અનેક દેશો પર ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. જેને જોતાં સરકારે આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધને 31 જાન્યુઆરી 2022 સુધી યથાવત રાખવાનો નિર્ણય લીધો છે.

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ગુરુવાર સાંજે એક પરિપત્ર જાહેર કરી આ અંગેની માહિતી આપી છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, તમામ નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 31 જાન્યુઆરી 2022 સુધી પ્રતિબંધ યથાવત રહેશે. ડીસીજીએ આદેશમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે, આ પ્રતિબંધ ઓલ કાર્ગો ફ્લાઈટ્સ અને સ્પેશિયલ મંજૂરી પ્રાપ્ત ફ્લાઈટ્સ માટે નથી.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો જ્યારે અન્ય દેશોની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના દર્દી સામે આવ્યા છે. ઓમિક્રોન વિશે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે વેક્સીન લઇ ચૂકેલા લોકોને પણ સંક્રમિત કરી શકે છે.
આ પહેલા એવિએશન મિનિસ્ટ્રીએ 15 નવેમ્બરે કહ્યું હતું કે, 15 ડિસેમ્બરથી નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો શરૂ થઇ શકે છે. એ સમયે દેશમાં ઓમિક્રોનના કેસ સામે આવ્યા નહોતા. દક્ષિણ આફ્રિકા સહિત અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. જેના લીધે દુનિયાભરના દેશો સાવચેતી પેટે કડક પગલા ઉઠાવી રહ્યા છે. કેટલાક દેશોએ તો વિદેશી નાગરિકોની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે