પ્રતિકાત્મક તસવીર (istockphoto)

યુકે સરકારે પોસ્ટ ઓફિસ કૌભાંડના પીડિતોને ઝડપથી વળતર ચૂકવવા તાજેતરમાં નવા નિયમો જાહેર કર્યા હતા. જે સબ પોસ્ટ માસ્ટર્સને દોષિત ઠરાવતા કોર્ટના ચુકાદા રદબાતલ ઠરી ચૂક્યા છે, તેમને વચગાળાના વળતર પેટે 450,000 પાઉન્ડ ચૂકવાશે, હાલમાં તેમને મળવાપાત્ર વચગાળાના વળતના 163,000 પાઉન્ડના કરતાં આ નવી રકમ ઘણી વધુ છે. ખોટી રીતે દોષિત ઠેરવાયેલા સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરવા માટેનો કાયદો પણ ટૂંક સમયમાં લવાશે તેવી અપેક્ષા છે.

પોસ્ટ ઓફિસના પ્રધાન કેવિન હોલ્લિનરેકે જણાવ્યું હતું કે, આ કાર્યવાહી “અભૂતપૂર્વ છે, પરંતુ કરવા યોગ્ય છે.” આ કાર્યવાહી અંગે સાંસદોને માહિતગાર કરતાં હોલ્લિનરેકે જણાવ્યું હતું કે, પોસ્ટ ઓફિસ કૌભાંડમાં ખોટી રીતે દોષિત ઠેરવાયેલા સેંકડો લોકો તેમનો સંપૂર્ણ માગણી રજૂ કરે એટલે તેમને વચગાળાના વળતરની ચૂકવણીમાં વધારો થશે.

હોલ્લિનરેકે કહ્યું હતું કે, જે લોકો અન્ય વળતર યોજના- ધ ગ્રૂપ લિટિગેશન ઓર્ડર (જીએલઓ) સ્કીમ સાથે સંકળાયેલા છે, જો તેઓ વધુ સારી ડીલ માટે લડવાનું નક્કી કરે તો તેઓ હવે તેમની ઓફરની 80 ટકા રકમ મેળવી શકશે. તેમણે

સાંસદોને એમ પણ જણાવ્યું હતું કે, ખોટી રીતે દોષિત ઠરેલા સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરવાના માટેનો કાયદો “માર્ચ મહિનામાં શક્ય તેટલો વહેલાસર” લાવવામાં આવે તેવી અપેક્ષા છે. આ જાહેરાત પર પ્રતિભાવ આપતા, હોરાઇઝન કમ્પેન્સેશન એડવાઇઝરી બોર્ડના ચેરમેન ક્રિસ હોજીસે જણાવ્યું હતું કે, તેમને અપેક્ષા છે કે આ પેકેજથી “ઘણા કિસ્સાઓમાં વધુ ઝડપીથી નાણા ચૂકવાશે અને ઓછી મુશ્કેલીઓ ઊભી થશે.” ખામીયુક્ત સોફ્ટવેરને કારણે 1999થી 2015ની વચ્ચે 900થી વધુ સબ-પોસ્ટમાસ્ટર્સ સામે ખોટી રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

two × one =