There was a theft in the house of Sabarkantha MP who went to America

વિસનગરના સેવાલીયા ગામના વતની અને અમેરિકાના ફ્લોરિડામાં સ્ટોર ધરાવતા દિલીપભાઇ પટેલનું શનિવાર, 3 ઓક્ટોબરની મોડી રાત્રે લૂંટ કરવા આવેલા અશ્વેત લૂંટારુંઓએ અંધાધૂંધ ફાયરિંગ કરી મોત નિપજાવ્યું હતું. તેમની ઉંમર 52 વર્ષ હતી. દિલીપભાઈ પટેલ 2012થી ફ્લોરિડામાં સ્થાયી થયેલા હતા.

ફ્લોરિડા શહેરમાં તેઓ ગેસ સ્ટેશન કમ પ્રોવિઝન સ્ટોર ધરાવતા હતા. શનિવારે મોડી રાત્રે તેમના સ્ટોરમાં અશ્વેત લૂંટારૂઓ ધસી આવ્યા હતા. જેમના હાથમાં બંદૂક લઈ અશ્વેત લૂંટારૂઓ લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા. પરંતુ પટેલ દિલીપભાઈએ તેમને મચક ન આપતા લુંટારૂઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દિલીપભાઈ પટેલનું સારવાર દરમિયાન ફ્લોરિડાની ખાનગી હોસ્પિટલમાં મોત થયું હતું.

સેવાલીયા ગામના દિલીપભાઈ તેમના પિતા ભાઈચંદભાઈ પટેલ, માતા, પત્ની અને બે પુત્રો સાથે ફ્લોરિડામાં સ્થાઇ થયા હતા. તેમની હત્યાની ઘટનાની જાણ થતા વિસનગરના સેવાલીયા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.