(ANI Photo)

ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ શનિવારે ધ વેક્સીન વોરની રિલીઝ પછી તેમની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી. નવી ફિલ્મનું નામ પર્વ-એપિક ટેલ ઓફ ધર્મ છે. આ ફિલ્મ એસ એલ ભૈરપ્પાની કન્નડ નવલકથાનું રૂપાંતરણ છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે, જે મહાકાવ્ય મહાભારત આધારિત હશે. વિવેક અગ્નિહોત્રીએ ગયા વર્ષે ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ કરી હતી. આ ફિલ્મ હીટ અને વિવાદાસ્પદ રહી હતી.

નવી ફિલ્મ પહેલું પોસ્ટર શેર કરતાં વિવેક અગ્નિહોત્રીએ એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર લખ્યું હતું કે “મોટી જાહેરાત: મહાભારત ઇતિહાસ છે કે પૌરાણિક કથા? અમે પદ્મ ભૂષણ ડૉ. એસ.એલ. ભૈરપ્પાની ‘મોડર્ન ક્લાસિક’: પર્વ – એપિક ટેલ ઓફ ધર્મ પ્રસ્તુત કરવા માટે સર્વશક્તિમાનના આભારી છીએ. પર્વ શા માટે માસ્ટરપીસની પણ માસ્ટરપીસ છે તેનું એક કારણ છે.

એસ. એલ ભૈરપ્પાએ આ નવલકથા કન્નડમાં જ લખી છે. આ ‘મહાભારત’ના મુખ્ય પાત્રો પરના દ્રષ્ટિકોણથી લખાયેલી નવલકથા છે. મોર્ડન-ક્લાસિક શ્રેણીમાં આ નવલકથાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. વિવેક અગ્નિહોત્રી નવલકથા પર આધારિત આ ફિલ્મ 3 ભાગમાં બનાવશે, જે એક મોટી ફ્રેન્ચાઈઝી બનવા જઈ રહી છે.

LEAVE A REPLY

nineteen − 13 =