અમેરિકાના ભૂતપૂર્વ સર્જન જનરલ ડો વિવેક મૂર્તિનો ફાઇલ ફોટો (Photo by DNCC via Getty Images)

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઈડને ઇન્ડિયન અમેરિકન વિવેક મૂર્તિને પોતાની સરકારમાં નવા સર્જન જનરલની મહત્વની જવાબદારી માટે તૈયાર કરવા સૂચના આપી છે. આ અંગે ટૂંકસમયમાં સત્તાવાર જાહેરાત થવાની ધારણા છે. કોરોના સામેના જંગમાં વિવેક મૂર્તિની ભૂમિકા ભારે અગત્યની રહેશે. આ પહેલા વિવેક મૂર્તિ અમેરિકાના કોરોના એડવાઈઝરી બોર્ડના ત્રણ સભ્યો પૈકીના એક હતા.

2014માં ઓબામા સરકારમાં તેમણે સર્જન જનરલનો હોદ્દો સંભાળ્યો હતો અને 2017 સુધી મૂર્તિ સર્જન જનરલ રહ્યા હતા. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં તેમણે આ હોદ્દો છોડી દીધો હતો. જોકે બાઈડેનની ટીમમાં ફરી તેમની વાપસી થઈ હતી.

અમેરિકામાં કોરોનાનુ સંક્રમણ મોટા પાયે ફેલાયેલુ છે ત્યારે જો બાઈડેનનુ પણ ફોકસ સત્તા સંભાળ્યા બાદ કોરોનાને કાબુમાં કરવાનુ છે. આ અંગે બાઈડેન ચૂંટણી પ્રચારમાં પણ કહી ચુક્યા છે ત્યારે વિવેક મૂર્તિ તેમાં ચાવીરુપ રોલ ભજપશે તેમ મનાઈ રહ્યુ છે.