ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશન દ્વારા ટેરિફના દરમાં વધારો લાગુ કરાતા રોજિંદી ચીજ-વસ્તુઓ મોંઘી થશે. આ ટેરિફની અસરથી વોલમાર્ટ આ મહિનાના અંતમાં કેટલીક વસ્તુઓના ભાવ વધારશે. એક મીડિયા રીપોર્ટના જણાવ્યા મુજબ, ગુરુવારે આ રીટેઇલ ચેઇનના સીઈઓ ડગ મેકમિલને જણાવ્યું હતું કે, ‘ઉચ્ચ ટેરિફના કારણે ભાવમાં વધારો કરાશે.’ મેકમિલને વધુમાં જણાવ્યું હતું કે, “અમે અમારી કિંમતોને શક્ય તેટલી ઓછા રાખવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. પરંતુ ટેરિફની તીવ્રતાને ધ્યાનમાં લેતા, આ અઠવાડિયે જાહેર કરાયેલા ઘટાડેલા સ્તરે પણ, અમે ખૂબ જ ઓછા રીટેઇલ નફાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને તમામ દબાણને સહન કરવાની સ્થિતિમાં નથી.’
પ્રથમ ત્રિમાસિક ગાળામાં વોલમાર્ટના નફામાં ઘટાડો જાહેર થયો હતો, ચોખ્ખી આવક ગત વર્ષના 5.10 બિલિયન ડોલરની તુલનાએ ઘટીને 4.45 બિલિયન ડોલર નોંધાઇ હતી. નવી કિંમતોનો અમલ મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં શરૂ કરાવામાં આવશે. એક મીડિયા ઇન્ટર્વ્યૂમાં, વોલમાર્ટના નાણાકીય બાબતોના વડા જોન ડેવિડ રેઇનીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, વર્તમાન ટેરિફના દર ખૂબ જ વધુ હોવાથી ગ્રાહકોએ ‘ઊંચી કિંમતે’ વસ્તુઓ ખરીદવા મજબૂર થવું પડશે.

LEAVE A REPLY