ભારતના જાણીતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ICC મેન્સ ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં અનોખો ઇતિહાસ રચ્યો છે. તેઓ સતત 1151 દિવસ (9 માર્ચ, 2022થી) નંબર 1 ઓલરાઉન્ડર તરીકે ટોચ પર રહ્યા હતા, જે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબો સમયગાળો છે. 2024ની ICC ટેસ્ટ ટીમમાં સામેલ આ 36 વર્ષીય ખેલાડીએ આ સિદ્ધિ સાથે જેક કાલિસ, કપિલ દેવ અને ઇમરાન ખાન જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા હતા. રવિન્દ્ર જાડેજાએ 2024માં શાનદાર ફોર્મ દર્શાવીને 29.27ની સરેરાશથી 527 રન બનાવ્યા અને 24.29ની સરેરાશથી 48 વિકેટ ઝડપી હતી. માર્ચ 2022માં વેસ્ટ ઇન્ડીઝના જેસન હોલ્ડરને હટાવી તેણે ટોચનું સ્થાન મેળવ્યું હતું. હાલમાં તે 400 રેટિંગ પોઈન્ટ સાથે રેન્કિંગમાં આગળ છે, જ્યારે બાંગ્લાદેશના મેહિદી હસન મિરાઝ 327 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
36 વર્ષની ઉંમરે પણ જાડેજા બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે છે. તેમની ડાબોડી સ્પિન બોલિંગ અને નીચલા ક્રમમાં બેટિંગ ભારત માટે નિર્ણાયક રહી છે. ઉત્તમ ફિટનેસ અને સતત પ્રદર્શનને કારણે તેમને આધુનિક ક્રિકેટનો શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે.

ICC ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગ – ટોપ 5

રવિન્દ્ર જાડેજા (ભારત) – 400 પોઈન્ટ
મેહિદી હસન મિરાઝ (બાંગ્લાદેશ) – 327 પોઈન્ટ
માર્કો યાનસેન (દક્ષિણ આફ્રિકા) – 294 પોઈન્ટ
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) – 271 પોઈન્ટ
શાકિબ અલ હસન (બાંગ્લાદેશ) – 253 પોઈન્ટ

કારકિર્દીની હાઈલાઈટ્સ

80 ટેસ્ટ મેચમાં 3370 રન (35.47ની સરેરાશ) અને 294 વિકેટ.
2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ (12) અને ફાઈનલમાં મેન ઓફ ધ મેચ.
2024 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો, ત્યાર પછી T20 I માંથી નિવૃત્તિ લીધી.
IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે 4 ટાઈટલ અને 2023 ફાઈનલમાં મેન ઓફ ધ મેચ.

LEAVE A REPLY