પૂજ્ય શ્રી ગીરી બાપુની શિવ કથાનું શાનદાર આયોજન તા. 13થી તા. 19 દરમિયાન શ્રીરામ મંદિર, વોલસોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુના નગરના વડીલો, ભાઇઓ, બહેનો તથા બાળકોએ સતત સાત દિવસ સુધી ઉપસ્થિત રહી કથાનો લાભ લીઘો હતો.

મંગળવાર તા. 13-06-2023ના રોજ સાંજે પોથી યાત્રા કાઢવામાં આવી હતી.  દૈનિક આરતી બાદ દરરોજ સાંજે સૌએ સાથે પ્રસાદ લીઘો હતો. આ પ્રસંગે પૂ. ગીરીબાપુએ ગરવી ગુજરાત સાપ્તાહિકના સ્થાપક શ્રી રમણિકલાલ સોલંકી તેમજ સ્વ. પૂ. રામબાપાને યાદ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે રામ મંદિરની સ્થાપનામાં તેમજ કથાના આયોજનમાં મદદ કરનાર સૌ ભક્તોનો આભાર માન્યો હતો. પૂજારી શ્રી શરદભાઇ ભટ્ટે પૂ. શ્રી ગીરી બાપુનું સ્વાગત કર્યું હતું.

કથા દરમિયાન સાતેય દિવસ પૂ. શ્રી ગીરી બાપુએ સ્થાનિક અગ્રણી મગનલાલ ભાઇ પટેલના નિવાસે મૂકામ કર્યો હતો. જેમની સેવાનો લાભ લઇ મગનભાઇ પટેલ અને તેમના પત્ની નંદુબેન પટેલે આનંદની અનુભૂતિ કરી હતી. પ્રસ્તુત તસવીરમાં શ્રી મણીલાલ (મગનભાઇ) પટેલ, પૂ. શ્રી ગીરી બાપુ તથા શ્રીમતી નંદુબેન પટેલ નજરે પડે છે.

LEAVE A REPLY

9 + 7 =