(Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

વિશ્વના જાણીતા ઈન્વેસ્ટર વોરેન બફેટના સાથીદાર ચાર્લી મુંગરનું 99 વર્ષની વયે અવસાન થયું હતું.. મુંગર લાંબા ગાળાના ઈન્વેસ્ટમેન્ટમાં માનતા હતાં અને પોતાના ટાર્ગેટને પાર પાડીને જ રહેતા હતા. મુંગરના અવસાન પર વોરેન બફેટ અને એપલના ટિમ કૂક જેવી હસ્તિઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. બર્કશાયરમાં મુંગર વાઈસ ચેરમેનના પદ પર હતા અને તેમના હિસ્સાની વેલ્યૂ લગભગ 2.2 અબજ ડોલર થાય છે. તેમની કુલ નેટવર્થ 2.6 અબજ ડોલર હતી તેવું ફોર્બ્સ મેગેઝિન જણાવે છે.

વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેને આગળ લઈ જવામાં બફેટની સાથે સાથે મુંગરનો પણ વિશેષ ફાળો હતો. તેઓ છેલ્લા 60 વર્ષથી વોરેન બફેટની સાથે સંકળાયેલા હતા જેમાં નિષ્ફળ ટેક્સ્ટાઈલ ઉત્પાદક કંપનીને એક મોટા સામ્રાજ્યમાં રૂપાંતરિત કરી દીધી છે.

મુંગરે કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. એપલના સીઈઓ ટીમ કૂકે પણ મુંગરના અવસાન પર અફસોસ વ્યક્ત કરતી ટ્વિટ કરી હતી. તેમણે કહ્યું કે મુંગર બિઝનેસ જગતની મોટી હસ્તી હતા અને પોતાની આસપાસની દુનિયા પર નજર રાખતા હતા. તેમણે પોતાની બુદ્ધિ અને દીર્ઘદૃષ્ટિ દ્વારા એક મોટું સામ્રાજ્ય બનાવ્યું તથા નવી પેઢીને પ્રેરણા પૂરી પાડી હતી.

ચાર્લી મુંગર વકીલાત કરી હતી પરંતુ પછી ઈન્વેસ્ટમેન્ટના બિઝનેસમાં આવ્યા હતા અને બફેટ સાથે જોડી જમાવી હતી. બફેટ તેમના કરતા ઉંમરમાં સાત વર્ષ નાના હતા પરંતુ લાંબા ગાળા માટે કંપનીઓમાં રોકાણ કેવી રીતે કરવું તેની કળા તેઓ જાણતા હતા. તેમના મેનેજમેન્ટ હેઠળ બર્કશાયરે 1965થી લઈને 2022 સુધી દર વર્ષે સરેરાશ 20 ટકાના દરે ગ્રોથ કર્યો હતો. તેના કારણે વોરેન બફેટ અને મુંગર તો અબજોપતિ બની જ ગયા, પરંતુ તેના રોકાણકારોને પણ જંગી ફાયદો થયો હતો.

LEAVE A REPLY

4 × 3 =