આંતરરાષ્ટ્રીય મની લોન્ડરીંગ અને માનવ તસ્કરી બદલ એક ગેંગના 18 સદસ્યોને  કુલ 70 વર્ષથી વધુ સમયની જેલ કરવામાં આવી છે. ડચ પોલીસને કાવતરા ભાગરૂપે એક વાનમાં ટાયર પાછળ છુપાવીને લવાયેલા બાળકો અને સગર્ભા મહિલા સહિત કુલ 17 અફઘાન માઇગ્રન્ટ્સ મળી આવ્યા હતા.

ગેંગે 2017 અને 2019 ની વચ્ચે દુબઈની સેંકડો મુસાફરી કરીને, યુકેમાંથી લગભગ £70 મિલિયનની રકમ દુબઇ મોકલી હતી. દેશની નેશનલ ક્રાઇમ એજન્સી (NCA)ની તપાસમાં આ વિગતો બહાર આવી હતી. મનાય છે કે તેમણે ક્લાસ એ ડ્રગની હેરાફેરી અને ઓર્ગેનાઇઝ્ડ ઇમિગ્રેશન ક્રાઇમમાંથી આ કમાણી કરી હતી.

હંસલોના 45 વર્ષીય ગેંગલીડર ચરણ સિંહને મની લોન્ડરીંગના કાવતરામાં 12 વર્ષની જેલ થઇ હતી. તેના ડેપ્યુટી વાલજીત સિંહને 11 વર્ષની અને સ્વાંદર સિંહ ઢાલને મની લોન્ડરિંગ માટે 10 વર્ષની અને ત્યાર પછી લોકોની દાણચોરી માટે વધારાના પાંચ વર્ષની જેલ કરાઇ હતી.

ક્રોયડન ક્રાઉન પોલીસમાં બે ટ્રાયલમાં કુલ અઢાર લોકો સામે સુનાવણી કરવામાં આવી હતી, જેમાં જૂથના અન્ય 15 સભ્યોને નવ વર્ષ અને 11 મહિનાની વચ્ચેની સજા કરવામાં આવી હતી.

NCA એ કુલ £1.5 મિલિયનની રકમ જપ્ત કરી હતી. સજા મેળવનારા લોકોના નામ આ પ્રમાણે છે.

  • જસબીર સિંઘ કપુર, હેઇસ – નવ વર્ષ અને છ મહિનાની જેલ.
  • જસબીર સિંઘ ઢાલ, સઉથોલ – સાત વર્ષ અને છ મહિનાની જેલ.
  • દિલજાન સિંઘ મલ્હોત્રા, અક્સબ્રિજ – છ વર્ષની જેલ.
  • સુંદર વેન્ગાસલમ, સાઉથોલ – 10 મહિનાની જેલ.
  • અમરજીત અલાબાદીસ, હંસલો – એક વર્ષ અને 11 મહિનાની જેલ.
  • જગિન્દર કપુર, હેઇઝ – ત્રણ વર્ષ અને નવ મહિનાની જેલ.
  • જેકદાર કપુર, સાઉથોલ – ચાર વર્ષ અને છ મહિનાની જેલ.
  • મનમોન સિંઘ કપુર, હેઇઝ – ચાર વર્ષની જેલ.
  • પિંકી કપુર, હેઇઝ – 11 મહિનાની જેલ.
  • જસબીર સિંહ મલ્હોત્રા, હેનવેલ – એક વર્ષ અને પાંચ મહિનાની જેલ.

LEAVE A REPLY

12 − 1 =