સંરક્ષણ જરૂરિયાત માટે રશિયા પરની નિર્ભરતા અંગે અમેરિકા ભારતને હતોત્સાહિત કરી રહ્યું છે. શુક્રવારે પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોહન કિર્બીએ જણાવ્યું હતું કે અમે ભારત અને બીજા દેશો અંગે ઘણા સ્પષ્ટ છીએ કે તેઓ સંરક્ષણ જરૂરિયાતો માટે રશિયા પર આધાર રાખે તેવું અમે ઇચ્છતા નથી. અમે આ અંગે સંપૂર્ણ પ્રામાણિક છીએ અને તેને હતોત્સાહિત કરી રહ્યાં છીએ. આની સાથે અમે ભારત સાથેની સંરક્ષણ ભાગીદારીનું મૂલ્ય પણ સમજીએ છીએ. ગયા સપ્તાહે પુરાવો જોવા મળ્યો હતો તેમ અમે આગામી સમયગાળામાં તેમાં સુધારો કરવાના માર્ગ વિચારી રહ્યાં છીએ. ભારત આ વિસ્તારમાં સુરક્ષા પૂરી પાડે છે અને અમે તેનું મૂલ્ય સમજીએ છીએ.