વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર ગુરુવારે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કોરોના વાઇરસ મહામારી સામેની પ્રગતિ હજુ પણ નાજુક સ્થિતિમાં છે અને જ્યારે અધિકૃત રસીકરણ ચિંતાના વેરીઅન્ટસ વિરુદ્ધ કાર્યરત છે ત્યારે વિદેશની મુસાફરીને ટાળવી જોઇએ જ.
ઓર્ગેનાઇઝેશનના યુરોપિયન ડાયરેક્ટર હેન્સ ક્લુગે જણાવ્યું હતું કે, અત્યારે આપણે ચેતવણીનો સતત સામનો કરી રહ્યા છીએ અને નવી અનિશ્ચિતતાઓ છે ત્યારે આપણે ફરીથી વિચારવું જોઇએ અથવા આંતરરારષ્ટ્રીય પ્રવાસ ટાળવો જોઇએ.
ભારતીય વેરિઅન્ટ વધુ સંક્રમિત કરી શકે છે, અને તે હુ યુરોપ રીજનના 26થી 53 દેશોમાં જોવા મળ્યો છે, તેમ ક્લુગે તેમની અઠવાડિક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું. પરંતુ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓર્ગેનાઇઝેશન દ્વારા અધિકૃત રસીઓ નવા સ્ટ્રેઇન સામે અસરકારક છે.
ક્લુગે જણાવ્યું હતું કે, અત્યાર સુધી બહાર આવેલા કોવિડ-19 વાઇરસના તમામ વેરિઅન્ટ્સ સામે ઉપલબ્ધ અને અધિકૃત રસીઓ અસર કરી રહી છે.
ફેબ્રુઆરીમાં સાઉથ આફ્રિકાએ એક અભ્યાસ પછી એસ્ટ્રાઝેનેકા રસીના ઉપયોગને સ્થગિત કરી હતી, અભ્યાસમાં જણાયું હતું કે, સાઉથ આફ્રિકન વેરિઅન્ટના ઓછા અને મધ્યમ પ્રકારો સામે આ રસી અસરકાર નથી. જોકે, ઓર્ગેનાઇઝેશને જણાવ્યું હતું કે, એસ્ટ્રાઝેનેકા રસી સાઉથ આફ્રિકન વેરિઅન્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનું અને મૃત્યુનું પ્રમાણ હજુ ઘટાડશે.
ઓર્ગેનાઇઝેશનના યુરોપિયન વિસ્તારમાં, જેમાં મધ્ય એશિયાનો કેટલાક ભાગનો સમાવેશ થાય છે, ત્યાં એક મહિનામાં નવા કેસની સંખ્યા અઠવાડિયામાં 60 ટકા ઘટી ગઇ છે.