પહેલગામ આતંકવાદી હુમલા પાછળ રહેલા આતંકવાદીઓ અને તેમના હેન્ડલર્સને વોર્નિંગ આપતા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે આ હુમલાનો સીધો જવાબ આપવામાં આવશે. ભારત સરકાર રાષ્ટ્ર વિરુદ્ધ કાવતરું ઘડનારા તમામ લોકોને ઓળખીને તેમની સામે કડક કાર્યવાહી કરશે.
રાજનાથે જણાવ્યું હતું કે આવા કૃત્યો માટે જવાબદાર લોકોને નજીકના ભવિષ્યમાં કડક જવાબ આપવામાં આવશે. અમે ફક્ત તે રાક્ષસોને જ સજા નહીં આપીએ જેમણે આ ક્રૂરતા અને બર્બરતાનું કૃત્ય કર્યું છે, પરંતુ અમે આ કાવતરું પાર પાડવા માટે પડદા પાછળ છુપાયેલા લોકો સુધી પણ પહોંચીશું.હુમલાખોરો અને તેમના માસ્ટર્સને નિશાન બનાવવામાં આવશે.
બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તથા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સૈન્ય વડાઓ સાથે 2.5 કલાકની ઇમર્જન્સી બેઠક પછી રાજનાથ સિંહે આ વોર્નિંગ આપી હતી.
