(ANI Photo)

સિંઘમ અગેઇન 15 ઓગસ્ટ, 2024માં સિનેમાઘરોમાં આવવાની ધારણા છે. રોહિત શેટ્ટીની પોલીસ અધિકારી આધારિત આ ફિલ્મના પાત્રો અને કહાની અંગે વિવિધ અટકળો ચાલી રહી છે.  રોહિત શેટ્ટી ફિલ્મના કેટલાંક કલાકારોના નામ જાહેર કરી રહ્યાં છે. અજય દેવગણ ફિલ્મમાં સિંઘમની ભૂમિકા ફરી ભજવવા જઈ રહ્યો છે, જ્યારે દીપિકા પાદુકોણ અને ટાઈગર શ્રોફ નવા કલાકારો છે.

મીડિયા રીપોર્ટ મુજબ સિંઘમ અગેઇનની કહાનીમાં રામાયણના સંદર્ભો છે. રણવીર સિંહ ભગવાન હનુમાન તરીકે જોવા મળશે, જ્યારે અજય દેવગણ ભગવાન રામ જેવી ભૂમિકામાં હશે, જોકે આ અંગે કોઇ પુષ્ટિ મળી નથી. હવે તે જોવાનું એ રહે છે કે સીતાના રેફરન્સ માટે કોને લેવામાં આવશે. અફવા છે કે કરીના કપૂર ખાન પણ આ ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે.

ફિલ્મમાં દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી છે. આ ફિલ્મમાં તે પોલીસનો રોલ કરવા જઈ રહી છે. તેનો યુનિફોર્મ અવતાર મનોરંજનની દુનિયામાં વાયરલ થયો હતો. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ પણ પોલીસ તરીકે જોવા મળશે. તે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ઓફિસર ACP સત્ય તરીકે જોવા મળશે.  હવે અક્ષય કુમાર અને અજય દેવગણના ફર્સ્ટ લૂક પોસ્ટરની રાહ જોવામાં આવી રહી છે.

તે અલ્લુ અર્જુનની બહુપ્રતિક્ષિત ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ સાથે ટકરાશે. તે બોક્સ ઓફિસ પર આગામી વર્ષની સૌથી  ટક્કર બની શકે છે. તે રોહિત શેટ્ટીની ફિલ્મ છે તે જોતાં, ચાહકો સંપૂર્ણ મસાલેદાર બોલિવૂડ કોપ ડ્રામાની અપેક્ષા રાખી શકે છે.

LEAVE A REPLY

twenty + five =