Winter Fashion Talks
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કલગી ઠાકર દલાલ

તાજી સવાર શિયાળાની, એમાં પણ વાત આવે જયારે ફેશનની તો તે પણ તરોતાજા હોવી જોઈએ. ફેશન ઇન્ડસ્ટ્રી અત્યારે સસ્ટેનેબિલિટી તરફ વળી છે.ફેશન શોઝ – પછી તે પેરિસ, લન્ડન, મિલાન હોય કે ન્યૂ યોર્ક, બધા જ અત્યારે રિસાયકલ્ડ, રિલેક્સિંગ અને પહેરવામાં કપડાં કેટલા કેમ્ફર્ટેબલ છે એની ઉપર ધ્યાન આપી રહ્યા છે.

૨૦૨૨ના શિયાળાના કપડાં લેતી વખતે તમે પણ કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખશો તો ક્લાસિક લૂકની સાથે એક જ વસ્તુ ને અલગ અલગ રીતે પણ પહેરીને રિયુઝ પણ કરી શકશો. અત્યારનો ફેશન ટ્રેન્ડ આપણને ૯૦ ના દાયકાની યાદ અપાવે તેમ છે. જેમાં માઇક્રો મીની સ્કર્ટથી લઈને ઢીંચણ સુધીના શૂઝ, બન્ડાના ટોપ્સ, ટેંક ટોપ્સ , ઓવર સાઈઝ કપડાં એમાં પણ સ્પેશ્યલી ટી-શર્ટ અને જેકેટ્સ એ ઉપરાંત લો વેસ્ટ જિન્સ, મખમલી ટ્રેક પેન્ટ્સ અને સિક્વન્સ ડ્રેસ ની ઉપર જેકેટ્સ કે સ્કાર્ફ ની ફેશન હોટ છે. જેમાં કલર્સ પણ ૯૦ના દાયકાને મળતા આવે છે.જેમકે, બબલગમ પિન્ક,મેટાલિક, ગોલ્ડન અને સિલ્વર કલર્સના કપડાં જોવા મળે છે. જે ઘણાને તેમના યંગ એજ કે ટીન એજ ની જરૂર યાદ અપાવશે.

સૌ પ્રથમ વાત કરીયે – ટેઇલર્ડ ફીટની. તમારા કપડાં જેનું ફિટ બિલકુલ તમે સિલવડાવેલા કપડાં જેવું જ હોય. ટેઇલર્ડ ફીટ તમને પાતળો અને ટાઈમલેસ લૂક આપે છે. તમારા રેગ્યુલર કપડાં જેટલા ઢીલા કે સ્લીમફીટ જેવું ટાઈટ પણ નહિ પરંતુ તમને યોગ્ય રીતે શેપ આપે અને કમ્ફર્ટેબલ  લાગે તેવું ફિટ.આ પ્રકારના સૂટ પહેરીને તમે પાર્ટીમાં જઈ શકો, આ પ્રકારના સ્કર્ટને તમે ફેશન સ્ટેટમેન્ટ બનાવી શકો જે તમને કમ્ફર્ટેબલ, એલિગેંટ અને ક્લાસિક લૂક આપશે. જે સમયે જ્યાં જતા હોઈએ તે સ્થળને અનુરૂપ કપડાં પહેરવા યોગ્ય ગણાય.

આ માટે તમે તમારા કપડાંને લેયરિંગ(layering) કરી શકો છો. જે તમને ઘણી રીતે મદદરૂપ થશે. આ પ્રકારનું લેયરિંગ તને રોજિંદા જીવન ઉપરાંત મોડેલ્સે કેટ વૉક કરતા પહેરેલા કપડામાં પણ જોવા મળશે. તમે લેયરિંગ માટે શોર્ટ્સની કે સ્કર્ટની  અંદર લેગિંગ્સ પહેરી શકો છો.આજકાલ તો ઓવરસાઈઝ ટી-શર્ટની ઉપર કોર્ટ્સ પહેરવાની ફેશન પણ ખુબ જોવા મળી છે જેને પણ લેયરિંગ કહી શકાય.આ ઉપરાંત શીયેર(sheer ) ટોપ્સ ઉપર તમે ટર્ટલનેક ટોપ અને સ્કાર્ફનો ઉપયોગ પણ લેયરિંગ માં કરી શકો છો. એની સાથે ઢીંચણ સુધીના બૂટનો ઉપયોગ પણ લેયરિંગમાં જોવા મળે છે.

કૅટસુટની ફેશન પણ અત્યારે યંગસ્ટર્સમાં જોવા મળી છે. ઉપર થી નીચે સુધી એક જ સૂટ પહેરવામાં આવે તેને કૅટસુટ કહેવાય. કૅટસુટ લેધર, પ્રિન્ટેડ,ગૂંથેલા મટેરીઅલ, ડેનિમ કે સ્ટ્રેચેબલ મટેરીઅલ માં જોવા મળે છે.જે લોકોને આખો સુટ એકલો પહેરવામાં યોગ્ય ના લાગે તે લોકો તેને સ્કર્ટ્સ,શોર્ટ્સ કે ઓવરકોટ સાથે પહેરી શકે છે.

મોનોક્રોમ ટ્રેન્ડ કરીને એક ટ્રેન્ડ અત્યારે ચાલે છે જે પાનખર અને શિયાળાની ફેશન માં ભૂલી ના શકાય. મોનોક્રોમ ટ્રેન્ડ એટલે જેમાં ટોપ અને બોટમ ની સાથે પહેરેલી એક્સેસરીસ અને ચંપલ પણ એક જ કલરના હોય. આ ટ્રેન્ડ માં ફેવરિટ કલર છે બ્લેક, જેમાં તમે હંમેશા સ્માર્ટ જ લાગશો.

વિન્ટર ફેશનમાં આગળ વાત કરીયે ટ્વીડ(tweed)ની. ટ્વીડ એટલે ‘ઉન’ થી બનેલા વસ્ત્રો.ફેશન ના ક્ષેત્રમાં મટીરીઅલ્સને ખાસ મહત્વ આપવામાં આવે છે. એમાં પણ જો શિયાળાની ફેશન ની વાત હોય તો ઉન ને કેમ ભુલાય.વેસ્ટર્ન કલ્ચર હોય કે આપણું ઇન્ડિયન કલ્ચર,દરેક જગ્યાએ શિયાળાની ફેશન ઉન વગર અધૂરી રહી જાય છે. અત્યારના ઉન માંથી બનાવેલા કપડાં તો ખુબ જ સોફ્ટ અને ફ્લેક્સિબલ પણ હોય છે. આ પ્રકારના મટેરીઅલ નો ઉપયોગ વિન્ટર ફેશન શો માં પણ ખાસ કરવામાં આવે છે.ઉન થી બનેલા કપડાં હોય,ટોપી હોય,સ્કાર્ફ હોય કે મોજા, દરેક વસ્તુ શિયાળાને અનુરૂપ હોય છે. જે જોવામાં પણ ખુબ આકર્ષક હોય છે.આ પ્રકારના મટેરીઅલ માં જો કલર્સ ની યોગ્ય પસંદગી કરવામાં આવે તો પાર્ટી માં પહેરવાનો પણ સુંદર ડ્રેસ તૈયાર થઇ શકે છે.

તો બીજી બાજુ લેધર અને વેલ્વેટ (મખમલી) જેવા જુના અને જાણીતા મટેરીઅલ પણ અત્યારે ધ્યાન દોરવી રહ્યા છે. ૯૦નો દાયકો હોય કે આજનો સમય લેધર અને વેલ્વેટ હંમેશા ધૂમ મચાવે છે. આ મટેરીઅલ તમને સૂટ, પેન્ટ્સ ,લેગિંગ્સ ,કોર્ટ એન્ડ ડ્રેસીસ માં પણ મળી રહેશે. આ મટેરીઅલ તમારા કોઈ પણ લૂક ને આકર્ષક અને ટ્રેન્ડી બનાવે છે. અત્યારે વેલ્વેટ માં લોકપ્રિય કલર્સ છે- બ્લેક, રૂબી (મરુન), એમેરલ્ડ (લીલા કલર નો એક શેડ). આ દરેક મટેરીઅલ તમારા શિયાળાને ગરમી તો આપશે જ પણ ખુબ જ કમ્ફર્ટેબલની સાથે આકર્ષક લૂક પૂરું પાડશે.

તમારા સોફા અને પડદા જેવા દેખાતા મટેરીઅલના હુંડીસ (hoodies) અને સ્વેટપેન્ટ્સ પણ માર્કેટમાં જોવા મળે છે. Y2Kના સમયના આ બે પેટર્ન્સ અત્યારે ફરી ફેમસ થયા છે. જે પણ એક સારો શિયાળામાં પહેરવાનો ઓપ્શન બની રહેશે. આ ઉપરાંત ફેધર્સ (પીંછા) અને ફર (રૂંછા) પણ ખુબ લોકપ્રિય બન્યા છે. દરેક ઋતુ પ્રમાણેના કપડાં પહેરવાથી ઋતુ અનુરૂપ શરીર તાપમાન તો મળે જ છે તેની સાથે સાથે તમારા દેખાવમાં પણ ચાર ચાંદ લાગે છે. નાની વસ્તુનું ધ્યાન રાખવાથી દેખાવમાં મોટો ફરક પડતો હોય છે.

કપડામાં વિન્ટર ફેશન ની વાત થઇ પણ તેની સાથે ઢીંચણ સુધીના બૂટ, પ્લેટફોર્મ સ્નીકર્સ , શૂઝને પણ એટલું જ મહત્વ એવું જોઈએ. આમ તો દર વર્ષે દરેક ઋતુ ની ફેશન માં થોડો બદલાવ આવતો જ રહે છે પરંતુ તમારા લૂક માં મિક્સ અને મેચ કરવાથી તમે એક જ વાર લીધેલી વસ્તુનો વારે વારે અને જુદી જુદી રીતે ઉપયોગ કરી શકો છો. જેને સ્માર્ટ કલોધિંગ પણ કહી શકાય. શિયાળામાં ગ્લવ્સ, બો (bow),બેલ્ટ, હેર પિન્સ, સ્કાર્ફને પણ ઉમેરીને અલગ-અલગ લૂક આપી શકાય છે. તો આ શિયાળા માં તમે પણ તરોતાજા થઈને ફ્રેશ લૂકમાં તૈયાર થઇ જાઓ ઠંડી સામે રક્ષણ મેળવવા અને ફેશનેબલ લાગવા.હંમેશા યાદ રાખવું કે તમારો લૂક તમને કમ્ફર્ટ ની સાથે કોન્ફિડેન્સ પણ આપે છે.enjoy યોર વિન્ટર એન્ડ સ્ટે વોર્મ.

LEAVE A REPLY