(ANI Photo)

વિઝડેનની 162મી આવૃત્તિના તંત્રીએ ક્રિકેટના આંતરરાષ્ટ્રીય વહિવટમાં ભારતીય નેતૃત્ત્વ સામે ચાબખા માર્યા છે. આ સપ્તાહે પ્રકાશિત થનારા ક્રિકેટર્સ અલ્માનાકની તંત્રીની નોંધમાં લોરેન્સ બૂથે ગયા વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) ના ચેરમેનપદે જય શાહને બઢતી અપાયાની ઘટનાની આકરી ટીકા કરી હતી, ખાસ કરીને તે બઢતીના સમયની. એ વખતે ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે પાકિસ્તાન જવા ઈનકાર કરી રહ્યું હતું. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ આઈસીસીએ ફાળવ્યું હતું.

બૂથનો દાવો છે કે, 2024નું વર્ષ ક્રિકેટમાં એ રીતે યાદ રખાશે કે તે વર્ષે ક્રિકેટનું સંચાલન યોગ્ય રીતે થતું હોવાનો દાવો કોઈ કરી શકે તેમ રહ્યું નહોતું. તેણે લખ્યું છેઃ “ ભારત ક્રિકેટમાં તો પહેલેથી જ સ્થાપિત કરી ચૂક્યું હતું. હવે તો તેઓ પાર્ક લેન અને મેફેર વિસ્તારમાં હોટેલોની માલિકી પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 30મી નવેમ્બરના રોજ રાત્રે 11.59 કલાકે, જય શાહ હજી ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) ના માનદ્ મંત્રીપદે હતા અને ભારતીય ક્રિકેટ બોર્ડ ફેબ્રુઆરીમાં પાકિસ્તાનમાં રમાનારી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારતીય ટીમ મોકલવા ઈનકાર કરી રહ્યું હતું.

ઘડિયાળમાં મધ્યરાત્રીનો 12 કલાકનો સમય થયો અને જય શાહ આઈસીસીના ચેરમેનપદે બિરાજમાન થયા. વાસ્તવમાં તો એ ઘડી સુધી આઈસીસીના ચેરમેન ભારતીય ક્રિકેટ બોર્ડે ઉભી કરેલી સમસ્યાના ઉકેલ માટે ભારે મથામણ કરી રહ્યા હતા.

થોડા સપ્તાહ પછી, ભારતે સત્તાવાર રીતે જાહેરાત કરી કે ટીમ પાકિસ્તાન તો નહીં જ જાય, ત્યારે સોશિયલ મીડિયામાં એક એવી મીમ રજૂ કરાઈ હતી, જેમાં એક માણસ પોતાના બન્ને હાથમાં, પોતાના બન્ને કાને મોબાઈલ ધરેલો દર્શાવાયો હતો – જય શાહ (ભારતીય ક્રિકેટ બોર્ડ) જય શાહ (આઈસીસી)ને જણાવી રહ્યા હતા. ક્રિકેટનું સંચાલન ભાગ્યે જ હસવા જેવી – મજાકની વાત રહ્યું છે, તે કટાક્ષ પુરા પાડતું થઈ ગયું હતું.

જય શાહની આઈસીસીના ચેરમેન પદેની વરણીના પ્રતિભાવો ખરેખર ઉદાહરણરૂપ હતા. સર્વોચ્ચ પદ સુધીની યાત્રા અદભૂત પ્રેરણાત્મકથી સ્હેજે ઓછી નથી – જાણે કે સીન્ડ્રેલા જેવી આ કોઈ સાવ સામાન્ય, ફૂટપાથ ઉપરના માણસની ભવ્ય સિદ્ધિની ગાથા હોય.”

બૂથને તો આ વર્ષે જસપ્રીત બુમરાહ તથા સ્મૃતિ મંધાનાને વિશ્વના અગ્રણી ક્રિકેટર્સ જાહેર કરાયા તેમાં પણ યોગ્યતાના બદલે કઈંક બીજા પરિબળો કામ કરી ગયાનું દેખાય છે.

LEAVE A REPLY