અમેરિકન સરકાર H-1B જેવા વર્ક વિઝા પર હંગામી પ્રતિબંધ લગાવવા અંગે વિચારણા કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં મોટી સંખ્યામાં લોકો નોકરી ગુમાવશે તેવો ભય છે. આને કારણે સરકાર આ નિર્ણય લઈ શકે છે. અમેરિકાથી વધારે H-1B વિઝા મેળવનાર માત્ર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ જ છે.

અમેરિકન સરકારે તાજેતરમાં જ કોરોનાવાયરસને કારણે H-1B વિઝા ધારકો અને ગ્રીનકાર્ડ અરજદારોને 60 દિવસની છૂટઆપી છે. જોકે, આ છૂટ ફક્ત તે જ લોકોને આપવામાં આવે છે જેને દસ્તાવેજો રજૂ કરવાને કારણે નોટિસ આપવામાં આવી છે.

“રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રેશન એડવાઈઝર એક એક્ઝિક્યુટિવ ઓર્ડર લાવવાની યોજના બનાવી રહ્યા છે. આશા છે કે તે આ મહિનામાં આવશે. વર્ક વિઝા પર હંગામી પ્રતિબંધ લગાવવાની વાત હોય શકે છે. એવું માનવામાં આવે છે કે, આ ઓર્ડરની વિઝા કેટેગરીમાં H-1B (સ્કિલ્ડ વર્કર્સ) અને H-2B (માઈગ્રેટ વર્કર્સ)ને શામેલ કરી શકાય છે. છેલ્લા 2 મહિનામાં અમેરિકામાં 3.3 કરોડ લોકોએ કોરોના રોગચાળાને લીધે નોકરી ગુમાવી દીધી છે. આની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ પડી છે.

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) અને વિશ્વ બેંકે પણ યુએસના વિકાસ દરને નકારાત્મક ગણાવી. વ્હાઇટ હાઉસના ઓફિસર્સ અનુસાર, નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં દેશની વૃદ્ધિ 15-20% નકારાત્મક રહેવાની ધારણા છે. સીનેટના 4 સાંસદો ચક ગ્રેસ્લે, ટોમ કોટન, ટેડ ક્રુઝ અને જોશ હોલેએ શુક્રવારે ટ્રમ્પને પત્ર લખ્યો હતો. આમાં તેમણે લેબર ડિપાર્ટમેન્ટની રિપોર્ટ આપી હતી.

તેમાં બતાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારીએ એપ્રિલમાં 2 કરોડ નોકરીઓનો નાશ કર્યો હતો. આનાથી 14.7% બેરોજગારી થઈ છે. તેમણે કહ્યું કે વિદેશથી આવતા વર્કરોના વિઝા ઓછામાં ઓછા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ. અમેરિકાના પોતાના નાગરિકો માટે નોકરીઓની અછત છે, મર્યાદિત રોજગારમાં વધારાના વિદેશી કર્મચારીઓને સ્વીકારવા ન જોઈએ.