કોરોના સંકટ વચ્ચે વિશ્વ બેન્કે ભારતને મોટી રાહત આપી છે. સરકારના કાર્યક્રમો માટે બેન્કે એક બિલિયન ડૉલરના પેકેજની જાહેરાત કરી છે. આ સામાજિક સુરક્ષા પેકેજ છે. અગાઉ કોરોના વિરૂદ્ધ લડત માટે બ્રિક્સ દેશોના ન્યુ ડેવલોપમેન્ટ બેન્કે ભારતને એક અરબ ડૉલરની આપાતકાલીન સહાયતા રાશિ આપવાનું એલાન કર્યુ હતુ.

ભારત માટે વિશ્વ બેન્કના ડાયરેક્ટર જુનૈદ અહેમદે કહ્યુ, સામાજિક અંતરના કારણે અર્થવ્યવસ્થામાં મંદી આવી ગઈ છે. ભારત સરકારે ગરીબ કલ્યાણ યોજના પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે જેથી ગરીબો અને કમજોર લોકોને બચાવવામાં મદદ મળી શકે. એક સ્વાસ્થ્ય પુલ બનાવવામાં આવી રહ્યો છે અને અર્થવ્યવસ્થાને પુન:જીવિત કરવાનુ કાર્ય કરવામાં આવી રહ્યુ છે.

વિશ્વ બેન્ક દ્વારા આપવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ દેશમાં કોરોના વાઈરસ રોગીઓની શ્રેષ્ઠ તપાસ, કોવિડ-19 હોસ્પિટલના ઉચ્ચીકરણ અને લેબને બનાવવામાં કરવામાં આવી શકે છે. બેન્કે પહેલા જ 25 વિકાસશીલ દેશોને પેકેજ આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો.

આ સાથે જ વિશ્વ બેન્ક તરફથી ભારતમાં આપાતકાલીન કોવિડ-19 પ્રતિક્રિયા માટે આપવામાં આવેલી રાશિ બે બિલિયન ડૉલર થઈ ગઈ છે. ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રને સમર્થન આપવા માટે ગયા મહિને એક બિલિયન અમેરિકી ડૉલર સહાયતાની જાહેરાત કરવામાં આવી હતી.