ભારતના ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર વન મેગ્નસ કાર્લસનને ફરી એક વાર હરાવ્યો હતો. આશરે એક મહિના પહેલા નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં ગુકેશે નબર વન ખેલાડીને હરાવ્યો હતો. તેનાથી રોષે ભરાયેલા કાર્લસને ટેબલ પર હાથ પછાડ્યો હતો.
શરૂઆતના દિવસની જીતની ગણતરી કરીએ તો ગુરુવારે મોડી રાત્રે કાર્લસન સામેની જીત ગુકેશની આ ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત હતી અને તેને સંભવિત 12માંથી 10 પોઈન્ટ મેળવ્યા હતાં.
રેપિડ ફોર્મેટમાં ડી ગુકેશ સામે બીજી હાર પછી કાર્લસને જણાવ્યું હતું કે તે ચેસનો આનંદ માણવામાં સંઘર્ષ કરી રહ્યો છે. આ મેચ પહેલા કાર્લસને ભારતીય ગ્રાન્ડ માસ્ટરને ‘નબળા’ પ્રતિસ્પર્ધી કહ્યાં હતાં. હવે કાર્લસને ટુર્નામેન્ટમાં પોતાના નબળા પ્રદર્શનનો સ્વીકાર કર્યો હતો.
