Getty Images)

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોનાના 1 કરોડ 48 લાખ 71 હજાર કેસ નોંધાયા છે. 6 લાખ 13 હજાર 600 લોકોના મોત થયા છે. 89 લાખ 26 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં 21 લાખ 21 હજાર 645 કેસ નોંધાયા છે અને 80 હજાર 251 લોકોના મોત થયા છે. અહીં 24 કલાકમાં 20 હજારથી વધારે કેસ નોંધાયા છે.

પાંચ દિવસની ચર્ચા પછી યૂરોપીય સંઘના નેતાઓએ કોરોના વાઈરસના સંકટમાંથી બહાર આવવા માટે 750 મિલિયન યૂરો (લગભગ 6411 કરોડ રૂપિયા)ના રાહત પેકેજ ઉપર સહમતી દર્શાવી છે. ચર્ચામાં 27 દેશોએ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા ઉપર સમજૂતીની જાહેરાત કરતા યૂરોપિયન કાઉન્સિલના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલે ટ્વીટ કર્યું- ડીલ. ચીનમાં 24 કલાકમાં સંક્રમણના 11 નવા કેસ મળ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 83 હજાર 693 થઈ છે. એક દિવસ પહેલા અહીં 22 કેસ મળ્યા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો માસ્ક પહેરવું દેશભક્તિ છે તો મારાથી મોટો કોઈ દેશભક્ત નથી. રવિવારે ફોક્સ ન્યૂઝને મુલાકાત આવતા તેમણે કહ્યું હતું કે તેઓ માસ્ક પહેરવામાં વિશ્વાસ રાખે છે, પરંતુ તેનાથી ઘણી મુશ્કેલી પણ પડે છે. અમેરિકામાં 39 લાખ 61 હજાર 580 કેસ નોંધાયા છે. તેમા 1 લાખ 43 હજાર 835 લોકોના મોત થયા છે. 18.50 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

ફ્રાન્સના સ્વાથ્ય મંત્રાલય મુજબ દેશમાં સંક્રમણના કેસ વધી રહ્યા છે. વાયરસના લગભગ 400 નવા ક્લસ્ટર મળ્યા છે. ફ્રાન્સમાં દુકાન, રેસ્ટોરાં અને બેંક જેવી જગ્યાએ પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. નિયમ ન પાળનારને 135 યૂરો (11565 રૂપિયા)નો દંડ કરાય છે.