વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 57.90 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.57 લાખ લોકોના મોત થયા છે. 24.98 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ખાડી દેશોમાં સંક્રમણનો આંકડો બે લાખને પાર કરી ગયો છે. સાઉદી અરબમાં સૌથી વધારે 78 હજાર 541 કેસ નોંધાયા છે. અહીં 425 લોકોના મોત થયા છે. ખાડી દેશમાં કુવૈત, કતાર, ઓમાન, સંયુક્ત અરબ અમિરાત જેવા દેશો છે.

અમેરિકામાં 24 કલાકમાં 1500ના મોત
અમેરિકામાં 17 લાખ 45 હજાર 803 કેસ નોંધાયા છે. જેમાં એક લાખ 2 હજાર 107 લોકોના મોત થયા છે. 4.90 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.અમેરિકામાં 24 કલાકમાં 1500ના મોત થયા છે અને 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. વોશિંગ્ટન ડીસીમાં શુક્રવારથી સ્ટે-એટ-હોમ ઓર્ડર હટાવવામાં આવ્યો છે.

બ્રાઝીલમાં સંક્રમિતોની સંખ્યા ચાર લાખને પાર
બ્રાઝીલમાં અત્યાર સુધીમાં 4 લખ 14 હજાર 661 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં 25 હજાર 697 લોકોના મોત થયા છે.

ચીનમાં લક્ષણ વગરના 23 દર્દી મળ્યા
ચીનમાં લક્ષણ વગરના 23 દર્દી નોંધાયા છે. તેમાથી મોટાભાગના ચીનમાં કોરોનાના એપી સેન્ટર વુહાન શહેરના છે. ચીનના નેશનલ હેલ્થ કમીશન મુજબ બે કેસ વિદેશી નાગરિકના છે.23માંથી 19 કેસ વુહાન શહેરના છે. ચીનમાં 82 હજાર 993 કુલ કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.

તુર્કીમાં 1035 કેસ નોંધાયા
તુર્કીમાં 1035 નવા કેસ નોંધાવાની સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 59 હજાર 797 થઈ ગઈ છે. અહીં 24 કલાકમાં 34 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક 4431 થયો છે. અત્યાર સુધીમાં 18 લાખ 94 હજાર 650 ટેસ્ટ કરાયા છે.

ચીલીમાં 82 હજારથી વધારે કેસ
ચીલીમાં 82 હજાર 289 કેસ નોંધાયા છે અને 841 લોકોના મોત થયા છે.24 કલાકમાં અહીં 4328 કેસ નોંધાયા છે અને 35 લોકોના મોત થયા છે.