Mafia dons are begging for life in UP: Yogi Adityanath

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકાર લવ જેહાદને ડામવા માટે આકરો કાયદો લાગશે. તેમને અલ્હાબાદ હાઇ કોર્ટના આદેશને ટાંક્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે માત્ર લગ્ન માટે ધર્મપરિવર્તન વાજબી ઠેરવી શકાય નહીં.

કોર્ટના આ અવલોકનને ટાંકીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે લવ જેહાદ કરનારાઓ ચેતી જજો નહીં તો રામ નામ સત્યની યાત્રા પર નીકળી જશો. દેવરીયામાં એક ચૂંટણી સભાને સંબોધતી વેળાએ તેમણે આ નિવેદન આપ્યું હતું. યોગીએ કહ્યું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું માન્ય નથી તેમ ખુદ અલ્હાહાબાદ હાઇકોર્ટે કહ્યું છે. સરકાર લવ જેહાદ પર ટૂંક સમયમાં અંકુશ લગાવવા જઇ રહી છે. અમે કાયદા બનાવીશું, હું તેવા લોકોને ચેતવણી આપું છું કે જેઓ પોતાની ઓળખ છુપાવી રહ્યા છે અને અમારી બહેન બેટીઓના સન્માન સાથે રમત રમે કરે છે. જો તમે સુધરશો નહીં તો તમારી રામ નામ સત્ય યાત્રા નીકળશે.

અલ્હાબાદ હાઇકોર્ટે ધર્મ પરિવર્તન અને લગ્નને લઇને એક મહત્વનો ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કાયદેસર ન ગણાય. કોર્ટે અલગ ધર્મના યુગલની અરજીને રદ કરી દીધી હતી.