REUTERS/Francis Mascarenhas/File Photo/File Photo

મોટો વિવાદ ઊભો થયા પછી ભારતની ઓનલાઇન ફૂડ ડિલિવરી કંપની ઝોમાટોએ નવી સેવા હેઠળ શાકાહારીઓને ખોરાક પહોંચાડનારાઓ માટે તેના ડિવિલરી મેન માટે ગ્રીન યુનિફોર્મ રજૂ કરવાના નિર્ણયને પાછો ખેંચી લીધો હતો. કંપનીએ અગાઉ ‘શુદ્ધ શાકાહારી’ ફૂડની ડિલિવરી માટે તેના ડિલિવરી બોય્ઝ માટે  ગ્રીન યુનિફોર્મ રજૂ કર્યો હતો અને માંસાહારી માટે રેડ યુનિફોર્મ રાખ્યો હતો.

કંપનીના સીઇઓ દીપેન્દ્ર ગોયલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે અમે શાકાહારીઓ માટે એક કાફલો ચાલુ રાખવા જઈ રહ્યા છીએ, પરંતુ અમે લીલા રંગનો ઉપયોગ કરીને જમીન પર આ કાફલાના ઓન-ગ્રાઉન્ડ સેગ્રિગેશનને દૂર કરવાનું નક્કી કર્યું છે. “શુદ્ધ શાકાહારી” સેવાની જાહેરાત બાદ આ મુદ્દા ઉઠાવવા બદલ તેમણે સોશિયલ મીડિયાનો પણ આભાર માન્યો હતો.

“શુદ્ધ શાકાહારી” સેવા અને અલગ કલર કોડની જાહેરાતથી સોશિયલ મીડિયામાં વિવાદ છેડાયો હતો. કેટલાંક યુઝર્સે તેને આધુનિક સમયના જાતિવાદનું એક સ્વરૂપ ગણાવ્યું હતું. અન્ય લોકોએ ધ્યાન દોર્યું હતું કે શાકાહારીઓની બહુમતી છે તેવા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રેડ-યુનિફોર્મ ડિલિવરી પાર્ટનરના પ્રવેશ પર પ્રતિબંધ કેવી રીતે મૂકી શકાય. આનાથી માંસાહારી ખોરાકનો ઓર્ડર આપનારાઓને અસુવિધા થશે. કેટલાક યુઝર્સે જણાવ્યું હતું કે આનાથી માંસાહારી ખોરાકનો ઓર્ડર આપતા ભાડૂતો માટે સમસ્યા ઊભી થઈ શકે છે.

અગાઉ ગોયલે કહ્યું હતું કે તેઓએ ગ્રાહકોના પ્રતિસાદના આધારે “શુદ્ધ શાકાહારી” સેવા શરૂ કરવાનું નક્કી કર્યું છે. “વિશ્વમાં શાકાહારીઓની સૌથી વધુ ટકાવારી ભારતમાં છે, અને અમે તેમની પાસેથી જે સૌથી મહત્વપૂર્ણ પ્રતિસાદ મેળવ્યો છે તે એ છે કે તેઓ તેમના ખોરાકને કેવી રીતે રાંધવામાં આવે છે અને તેમના ખોરાકને કેવી રીતે હેન્ડલ કરવામાં આવે છે તે વિશે ખૂબ જ ચોક્કસ છે

LEAVE A REPLY

twelve − ten =