64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટેક્સાસમાં મેયરપદના ઉમેદવાર ઝુલ મોહંમદની બુધવારની રાત્રે (7 ઓક્ટોબર) ધરપકડ થઈ હતી અને તેમની સામે વોટર ફ્રોડના 109 આરોપ મૂકવામાં આવ્યા છે. કસૂરવાર ઠરશે તો તેમને 20 વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે. 39 વર્ષના ઝુલ મોહંમદ કેરોલ્ટનના મેયરપદની સ્પર્ધામાં છે, પરંતુ મેઇલ-ઇન બેલેટ સ્કીમમાં ફસાયા છે.

એટર્ની જનરલ કેન પેક્સ્ટોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે મેઇલ બેલટ અસુરક્ષિત છે અને તેમાં ચેડાં થઈ શકે છે. હું આપણી ચૂંટણીની વિશ્વસનીયતાનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છું. મારી ઓફિસ આ પ્રકારની ગેરરીતિનો સામનો કરવા કોઇપણ ટેક્સાસ કાઉન્ટીને મદદ કરવા તૈયાર છે.

તપાસકર્તાને બાતમી મળી હતી કે એક વ્યક્તિએ પીઓ બોક્સમાં મતપત્રો મોકલવાની વિનંતી હતી. આ બોક્સ નર્સિંગ હોમનું હતું. તપાસકર્તાએ એવી વ્યક્તિઓનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું હતું કે એ વ્યક્તિઓએ મતપત્રની ક્યારેય માગણી કરી નથી.

સત્તાવાળાને પછીથી જાણવા મળ્યું હતું કે પીઓ બોક્સ ટેક્સાસના બનાવટી ડ્રાઇવર લાઇન્સ સાથે મેળવવામાં આવ્યું હતું, તેથી તેમણે પોસ્ટ ઓફિસ પર વોચ ગોઠવી હતી. બુધવારે મતપત્રોના બોક્સ પોસ્ટ ઓફિસમાંથી ઉઠાવવામાં આવ્યા હતા. મોહંમદના ઘરની તપાસ કરાઈ ત્યારે ત્યાંથી મતપત્રોના બોક્સ મળ્યા હતા. જેમાંથી ઘણા ખોલવામાં આવ્યા હતા.