28 died in Pakistan Accident
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સોની પરિવારના 3 લોકોના મોત નીપજ્યા હતા અને સાત લોકોને ઈજાઓ થઈ હતી. રોડ પર ઊભેલી ટ્રક પાછળ ઈકો કાર ઘૂસી જતા આ અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.

સાત લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે, એક યુવતીનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. અકસ્માત બાદ કાળજું કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં ટીશાબેન હરીશભાઈ સોની (ઉ. વ. 41), જીગીશાબેન હરીશભાઈ સોની અને નયનાબેન નારણભાઈ સોની (ઉ. વ. 17)નું મોત થયું હતું. ગયા અઠવાડિયે આણંદના તારાપુર નજીક ઈકો કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા.