ભારતમાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 22 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ 80 દેશોમાં જોવા મળ્યો છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ હજુ 9 દેશોમાં નોંધાયો છે. ભારતમાં હજુ સુધી ડેલ્ટ પ્લસ વેરિએન્ટના 22 કેસ નોંધાયા છે, જેમાં મહારાષ્ટ્ર, કેરળ, મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા છે. આ રાજ્યોમાં અમે એડવાઈઝરી જાહેર કરી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવે કહ્યું હતું કે ભારતની બંને કોરોના વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન ડેલ્ટા વેરિએન્ટ વિરૂદ્ધ અસરકારક છે.