અઝર, જેમના પાકિસ્તાની માતા-પિતા 1960ના દાયકાના મધ્યમાં યુકે આવ્યા હતા, ટીમની સ્થાપનાના ત્રણ અઠવાડિયા પછી, એપ્રિલ 2018થી અઝર હોમ ઑફિસમાં વિન્ડરશ આઉટરીચ એન્ગેજમેન્ટ ઓફિસર તરીકે કામ કરે છે.

તે કહે છે, “મારી ભૂમિકાનો મુખ્ય ઉદ્દેશ વિન્ડરશ મુદ્દાથી અસર પામેલા વિન્ડરશ સમુદાયોમાં વિશ્વાસ કેળવવાનો અને તેમની જરૂરિયાતો વિશે વધુ શીખવાનો છે જેથી હું જાણી શકું કે આપણે કઈ રીતે શ્રેષ્ઠ રીતે મદદ કરી શકીએ.”

જ્યારે સામાન્ય વર્કિંગ વીકનું વર્ણન કરવાનું કહેવામાં આવ્યું, ત્યારે અઝર તેની કામકાજી જીવન પદ્ધતિને “કોવિડ-19 પહેલાં અને કોવિડ-19 પછી”નો સંદર્ભ આપી જણાવે છે કે કોવિડ-19 રોગચાળાને પરિણામે ઘણી ઘટનાઓ અને પ્રવૃત્તિઓ બંધ થઈ ગઇ છે.

“રોગચાળા પહેલા, અમારા બાહ્ય ભાગીદારો, જેમાં વિન્ડરશ સપોર્ટ જૂથો, સ્થાનિક અધિકારીઓ, એમપી સર્જરી, ફેઇથ જૂથો અને સામુદાયીક સંસ્થાઓ સામેલ હતી તેમની સાથે ઇવેન્ટ્સ ગોઠવવા અને સરસામાન પહોંચાડવા માટે હું ગ્લાસગોથી સાઉધમ્પ્ટન અને સમગ્ર વેલ્સમાં, કાર્ડિફ અને સ્વૉન્સીની મુસાફરી કરતો.

“વિન્ડરશ સ્કીમ્સને માનવીય ચહેરો પૂરો પાડવાથી તેમની વ્યક્તિગત વાર્તાઓ સાંભળીને અમે ટેકો આપી શકતા, તેમને વિશ્વાસ આપી સમુદાય સાથે મજબૂત ભરોસો બાંધી શકતા અને તે રીતે તેમની પરિસ્થિતિઓને ઉકેલવામાં મદદ કરાતી હતી. દરેક ઇવેન્ટ પછી, હું વ્યક્તિગત રૂપે પ્રશ્નોનો ઉકેલ શોધતો અને તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરતો કે આગળની કાર્યવાહી કરાઇ છે અથવા સંબંધિત વિભાગમાં તે કેસ સ્થાનાંતરિત થાય છે.

“આ સત્રો પછી હું વરિષ્ઠ સાથીદારોને પ્રતિસાદ આપતો હતો, અમે જે કંઈપણ નવુ શીખ્યા હોય તેના આધારે સૂચનો આપતો, જેથી અમે પ્રદાન કરીએ છીએ તે સેવાને સુધારવામાં મદદ કરી શકાય.”

કોવિડ-19થી, અઝરે વિન્ડરશ ભાગીદારો સાથે જોડાવાનું ચાલુ રાખ્યું છે, જેથી ખાતરી કરી શકાય કે તેઓ મહત્વની પ્રવૃત્તિઓથી વાકેફ છે અને વર્ચુઅલ એંગેજમેન્ટ ઇવેન્ટ્સ દ્વારા ઉભા કરવામાં આવેલા પ્રશ્નો માટે મદદ પૂરી પાડે છે.

“આ સમયગાળા દરમિયાન, મેં વિન્ડરશ હેલ્પ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલ કાર્ય વિશેની પડદા પાછળની માહિતી પ્રદાન કરવા માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ્સ પર કામ કર્યું છે, અને જ્યારે પણ હું કરી શકું છું, ત્યારે હું વિન્ડરશ ગ્રાહકની સ્થિતિ સંબંધિત પ્રશ્નોનું સંચાલન કરવાનો પ્રયાસ કરું છું. હું દ્રઢપણે માનું છું કે વિન્ડરશ હેલ્પ ટીમ દ્વારા કરાયેલા સારા કાર્યને પ્રોત્સાહન આપવાથી સમુદાયોમાં ફરીથી વિશ્વાસ બનાવવામાં મદદ મળશે.

જ્યારે આઉટરીચ કામ કરતી વખતે સામનો કરવો પડે છે તેવા કેટલાક મુખ્ય અવરોધો વિશે તેને પૂછવામાં આવ્યું, ત્યારે તે વિન્ડરશ મુદ્દાના સતત નકારાત્મક અહેવાલોને ટાંકે છે, કારણ કે તે જેની સાથે સંકળાયેલા હોવાનો પ્રયાસ કરી રહ્યો છે તે લોકોમાં ડર અને અવિશ્વાસને પ્રોત્સાહન આપે છે.

2018થી, અઝર અને તેની ટીમે યુકેમાં 80થી વધુ આઉટરીચ ઇવેન્ટ્સ પહોંચાડ્યા છે. ઉપસ્થિત ઘણા લોકો કેરેબિયન વારસાના હોવા છતાં, તે સ્વીકારે છે કે કેટલાક લોકો સાઉથ એશિયન વંશના છે. “એક બ્રિટીશ-પાકિસ્તાની તરીકે, તે જાણે છે કે સાઉથ એશિયનો આ મુદ્દાથી પ્રભાવિત થયા છે, સમુદાયના સાક્ષી આપનાર સભ્યોએ વિન્ડરશ હેલ્પ ટીમનો ટેકો નહીં લેવાનું નક્કી કરતા નિરાશા થઈ શકે છે, કારણ કે તેઓ ખોટી રીતે ધારે છે કે વિન્ડરશ જનરેશન માત્ર કેરેબિયન લોકોને અસર કરે છે.”

“મારી ઘણી વાતચીતમાં હું ઘણી વાર વિન્ડરશ સ્કીમ્સ વિશે જુદા જુદા જુઠ્ઠાણાઓનો સામનો કરું છું, ‘તમારા સ્ટેટસ અંગે ટીમને નિર્ણય લેવામાં ટીમને ઘણાં વર્ષો લાગી શકે છે’; ‘તમે આગળ આવશો તો દેશનિકાલ કરાશે’;  ખાસ કરીને જો તમારી અરજીનો ઇનકાર કરવામાં આવશે તો તમે દક્ષિણ એશિયાના હોવીથી તમને મદદ નહીં મળે’.

“આ જ કારણ છે કે અમે જમીન પર જે કાર્ય કરીએ છીએ તે ખૂબ મહત્વનું છે, કારણ કે તેનાથી માત્ર અસરગ્રસ્તોને સામેલ કરવા અને ટેકો આપવાની તક જ નથી મળતી – અમે યોજનાઓ વિશેની દંતકથા સમાન નકારાત્મક ગેરસમજોને દૂર કરી શકીએ છીએ, જેનાથી લોકો મદદ માટે આગળ વધતા અટકી ગયા હશે.

“સાઉથ એશિયન તરીકે, હું સમુદાયના સભ્યોને વિનંતી કરું છું કે વિન્ડરશ મુદ્દાથી પ્રભાવિત થયેલા સૌ ફોનને ઉપાડો અને સહાય માટે હેલ્પ ટીમનો સંપર્ક કરો. તમારી પાસે યુકેમાં રહેવાનો કે કામ કરવાનો અધિકાર છે તે સાબિત કરવા માટે તમારી પાસે સાચા કાગળ ન હોય તો પણ, ફોન કરો, અમે પ્રક્રિયા દરમિયાન તમને માર્ગદર્શન આપવા માટે અહીં તત્પર છીએ. તમે અમને કહો તે દરેક વસ્તુનો વિશ્વાસ સાથે વ્યવહાર કરવામાં આવશે અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને તે આપવામાં આવશે નહીં.”

જો તમને વિન્ડરશ યોજના અને વિન્ડ્રશ વળતર યોજનામાંથી સહાય મળી શકે છે તે જાણવા માટે, જો તમને જરૂરી દસ્તાવેજોની ખાતરી ન હોય તો પણ, GOV.UK/WindrushHelpTeam પર જાઓ અથવા સહાય માટે મફત હેલ્પલાઇન નંબર 0800 678 1925 ઉપર કૉલ કરો.

તમે વિન્ડરશ હેલ્પ ટીમને જે કંઈપણ કહો છો તે સંવેદનશીલતા સાથે કરવામાં આવશે અને ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને આપવામાં આવશે નહીં.