પ્રતિક તસવીર - Photo: Twitter/@sanjaypganvir

કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન, અન્ય વ્યવસાયોના સાથીદારો સાથે, મુશ્કેલ સંજોગોમાં દર્દીઓને સારસંભાળ પૂરી પાડવા માટે કમ્યુનિટિ ફાર્મસી ટીમોએ આરોગ્ય સેવાના મોરચે અનિયંત્રિત કામગીરી કરી છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક દ્વારા તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી છે, જેમણે તેમને “NHS પરિવારનો નિર્ણાયક ભાગ” ગણાવ્યો હતો. છતાં, જૂનમાં નેશનલ ફાર્મસી એસોસિએશન માટે કરવામાં આવેલા એક સર્વે અનુસાર, 30% લોકો અજાણ છે કે કોમ્યુનીટી ફાર્મસીઓ એનએચએસનો ભાગ છે. જ્યાં એનએચએસ કેર આપવામાં આવે છે એવા બધા સેટિંગ્સમાં સૌથી વધુ મુલાકાત ફાર્મસીની લેવાય છે. ધૂમ્રપાન છોડવામાં મદદ કરવાથી લઇને અરજન્ટ કેર કન્સલ્ટેશન સુધી ફાર્મસીઓ એનએચએસ સેવાઓ આપે છે.

તે જ મતદાનમાં જણાવાયું હતું કે એનએચએસની અંદર ફાર્મસીઓ માટે મોટી ભૂમિકા હોય છે અને સાર્વજનિક ટેકો મળી રહે છે અને 74% ફાર્મસીઓ વધુ NHS સેવાઓ પ્રદાન કરવા માગે છે તેમજ 89% લોકો માને છે કે ફાર્મસીઓ આવશ્યક ભૂમિકા ભજવે છે.

સ્થાનિક આરોગ્યસંભાળ ટીમના ભાગ રૂપે તમને શક્ય તેટલી સંભાળ આપવા માટે ફાર્મસી ટીમો અન્ય વ્યાવસાયિકો, જેમ કે ડોકટરો અને નર્સો સાથે કામ કરે છે. અમે ઇચ્છીએ છીએ કે તમને યોગ્ય સ્વાસ્થ્ય સંભાળની સલાહ, યોગ્ય સ્થાને, યોગ્ય લોકો પાસેથી મળે.

તમને ખાંસી, શરદી અને પેટમાં દુખાવો જેવી નાની બીમારીઓ વિશે સલાહ માટે ફાર્મસીમાં રીફર કરવામાં આવશે. બદલામાં, જો કંઈક આગળ તપાસવાની જરૂર પડે તો ફાર્માસિસ્ટ તમને જી.પી. અથવા હોસ્પિટલની મુલાકાત લેવાનું કહેશે.

આ જ કારણ છે કે આ વર્ષે ‘આસ્ક યોર ફાર્માસિસ્ટ વીક’ – કોમ્યુનીટી ફાર્મસી સેવાઓ અને ફાર્માસિસ્ટ્સની ભૂમિકા વિશે લોકોને સમજ આપવા માટે નેશનલ ફાર્મસી એસોસિએશન દ્વારા વાર્ષિક પહેલ ‘એનએચએસ પરિવારમાં તમારી સ્થાનિક ફાર્મસી’ ઝંબેશ ચલાવવામાં આવી છે.

તમે ફક્ત દવાઓ વિશે નહીં, આરોગ્ય અને આરોગ્યસંભાળની વિશાળ શ્રેણી વિશે તમારા ફાર્માસિસ્ટની સલાહ લઈ શકો છો. તેમ છતાં, કેટલીકવાર લોકો ડૉક્ટર અથવા હોસ્પિટલમાં પણ જાય છે જેનો ફાર્મસીમાં વધુ સહેલાઇથી ઉકેલ આવી શકે છે. એવો અંદાજ છે કે દર વર્ષે 18 મિલિયન જી.પી. એપોઇન્ટમેન્ટ અને 7.7 મિલિયન એ એન્ડ ઇ વિઝીટને બદલે ફાર્મસી દ્વારા સંચાલિત કરી શકાય છે.

દરેક ફાર્માસિસ્ટને દવાઓનો ઉપયોગ, નાની બીમારીઓના ઇલાજ અને આરોગ્ય અને સુખાકારીની સલાહ આપવા માટે શરૂઆતમાં પાંચ વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે. રેગ્યુલેટેડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ તરીકે ફાર્માસિસ્ટ્સ તેમની કારકિર્દીની કુશળતા તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન વિકસિત કરવાનું ચાલુ રાખે છે.

તમારા ફાર્માસિસ્ટને આ અંગે પૂછવાનું ભૂલશો નહીં:

  • કફ, શરદી અને કાનમાં દુખાવો જેવી નાની બીમારીઓ માટે સલાહ અને સારવાર.
  • તંદુરસ્ત રહેવા અને રોગને રોકવા માટેની સલાહ.
  • સારૂ જાતીય સ્વાસ્થ્ય જાળવવા માટે મદદ.
  • ધૂમ્રપાન છોડવામાં મદદ.
  • એનએચએસ ફ્લૂ રસીકરણ (જો તમે લાયક હો તો)
  • તમારી દવાઓમાંથી સૌથી વધુ મેળવવા માટે વ્યક્તિગત મદદ.

એનએચએસની લાંબા ગાળાની યોજનાનો હેતુ કોમ્યુનિટી ફાર્માસિસ્ટ્સની કુશળતા અને દર્દીઓને એંગેજ રાખવા માટેની તકોનો વધુ ઉપયોગ કરવાનો છે.

તેથી, એનએચએસ સેવાઓ માટે, દવાઓની અનુકૂળ ઉપલબ્ધી, તંદુરસ્ત જીવનનિર્વાહ માટે મદદ અને તુરંત ક્લિનિકલ સલાહ માટે તમારા ફાર્માસિસ્ટને કહો!