ચીનમાંથી આવતા ઉત્તર કોરિયાના નાગરિકોને જો કોરોના હોય તો ગોળી મારવાનો આદેશ અપાયો હોવાનો દાવો એક અમેરિકન લશ્કરી અધિકારીએ કર્યો છે.
ઉત્તર કોરિયામાંના અમેરિકન લશ્કરના કમાન્ડર રોબર્ટ અબ્રાહમે એવો દાવો કર્યો છેકે કોરોના સંક્રમણ ન ફેલાય માટે ઉત્તર કોરિયાના લશ્કરી અિધકારીઓએ કિમ જોંગના ઈશારે એવો આદેશ આપ્યો છે કે સરહદેથી કોઈ કોરોના સંક્રમિત દેશમાં ઘૂસવાની કોશિશ કરે તો જુઓ ત્યાં જ ઠાર કરી દેજો ઉત્તર કોરિયામાં અત્યાર સુધીમાં એક પણ કન્ફર્મ કેસ નોંધાયો નથી. દાવો એવો થયો હતો કે કોરોના સંક્રમણ થયું નથી. જાન્યુઆરીમાં જ ઉત્તર કોરિયાએ ચીન સાથેની સરહદો સાવ બંધ કરી દીધી હતી. અબ્રાહમે કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમાનવીય રસ્તો અપનાવ્યો છે.