ભારતમાં ગયા મે મહિનાના પ્રારંભમાં જ પુખ્ત વયના 65 લાખ લોકો એટલે કે ભારતની 0.73 ટકા વસતિ કોરોના વાયરસનો ભોગ બની ચૂકી હોવાનું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જાહેર કર્યું છે.
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ દેશમાં મે મહિનાના પ્રારંભમાં જ 0.7૩ ટકા વયસ્કો એટલે કે અંદાજે 64 લાખ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ સરવે 11 મેથી 4 જૂન વચ્ચે હાથ ધરાયો હતો.
આ દરમિયાન 28 હજાર લોકોના બ્લડ સેમ્પલના આઈજીજી એન્ટીબોડીની તપાસ કરાઈ હતી. આ તપાસ કોવિડ કવચ એલિસા કિટ મારફત કરાઈ હતી. દેશમાં કોરોનાની તપાસ માટે સસ્તા અને ઝડપી પરિણામ આપતાં રેપિડ એન્ટીજેન ટેસ્ટ હવે આરટી-પીસીઆર ટેસ્ટ જેટલા વિશ્વસનીય રહ્યા નથી.