cvcvx
xcv

વડા પ્રધાન ઋષિ સુનકે ITVના ધિસ મોર્નિંગ પર જણાવ્યું હતું કે તેઓ અમારિકામાં હતા ત્યારે પત્ની અક્ષતા સાથે પહેલીવાર હેલોવીન પાર્ટીમાં ગયા હતા ત્યારે અક્ષતા ગર્લ ગાઈડ બની હતી અને પોતે હેરી પોટરનો વેશ પરિધાન કર્યો હતો.

સુનકે કહ્યું હતું કે તે બ્રિટની સ્પીયર્સ કરતાં ટેલર સ્વિફ્ટને પસંદ કરે છે અને તેમણે ફિલ્મ બાર્બી કરતાં ઓપેનહાઇમરને પ્રાધાન્ય આપ્યું હતું. પરંતુ તેમની પસંદ પોતાની દિકરીઓ સાથે બાર્બી મૂવી જોવા કુટુંબની સહેલગાહ પર જવાનું પસંદ કર્યું હતું. તો તમામ ફાજલ સમય ધ ગ્રેટ બ્રિટીશ બેક ઓફ જોવામાં વિતાવે છે.

તેમણે હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનના બ્રિટનમાં સામૂહિક સ્થળાંતરના વાવાઝોડા અને મલ્ટીકલ્ચરીઝમના નિવેદનને સમર્થન આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે ‘’બહુસાંસ્કૃતિકવાદ પર અમને ગર્વ હોવો જોઈએ. અમે બધા સંમત છીએ કે બ્રિટન એક અદ્ભુત રીતે આવકારદાયક સ્થળ છે. આપણે બધા એ હકીકતનો જીવંત પુરાવો છીએ કે ઇમિગ્રન્ટ્સ અહીં આવી શકે છે, સારું કરી શકે છે, અને મને લાગે છે કે આપણે વિશ્વના કોઈપણ દેશ કરતાં વધુ સારું કરી શકીએ છીએ. જો કે સ્થળાંતર કરનારાઓએ “એકીકરણ કરવાની જરૂર છે, તેમણે બ્રિટિશ મૂલ્યો સાથે સાઇન અપ થવું જોઈએ. તેથી અમારી વચ્ચે તે વહેંચાયેલ સમજ છે”.

સુનકે કહ્યું હતું કે ટોરી પાર્ટી કોન્ફરન્સમાં તેમની પત્ની દ્વારા આપવામાં આવેલ એક વોર્મ-અપ સ્પીચ તેમનાથી “ગુપ્ત રાખવામાં આવી હતી”.

તેમણે મનપસંદ ટીવી શો બિગ બ્રધર હોવાનું અને હાલમાં નેટફ્લિક્સ પર વતી બેકહામ ડોક્યુમેન્ટરી જુએ છે તેમ કહ્યું હતું.

LEAVE A REPLY

14 + 4 =