જર્મનીના ચાન્સેલર એન્જેલ મર્કેલ બર્લિમાં કોરોના વાઇરસ અંગે સરકારના પગલાંની માહિતી આપી હતી. (REUTERS/Hannibal Hanschke)

કોરોના વાઇરસના કેસોમાં ફરી વધારાને કારણે જર્મનીએ 20 ડિસેમ્બર સુધી આંશિક લોકડાઉન વધારી દીધું છે. સોશિયલ કોન્ટેક્ટને સંબંધિત નિયંત્રણો પણ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવે તેવી ધારણા છે.

ફેડરલ સ્ટેટના મિનિસ્ટર-પ્રેસિડેન્ટની સાથેની મીટિંગ પછી વર્ચ્યુઅલ પ્રેસ-કોન્ફરન્સમાં ચાન્સેલર એન્જેલા મર્કેલે આ માહિતી આપી છે. જર્મનીમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 983,312 કેસ નોંધાયા છે અને આશરે 15,000 લોકોના મોત થયા છે. તેમણે કહ્યું હતું કે કોરોનાના નવા કેસમાં ઘટાડો ન થાય તો અમે પ્રતિબંધોને જાન્યુઆરી સુધી લંબાવીશું.