કેવડિયાના સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી

કોરોનાના કેસોમાં મોટો ઘટાડો થતાં કેવડિયા ખાતે જાણીતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે 8 જૂન ફરી ખુલ્લુ મૂકવાનો સરકારે નિર્ણય કર્યો હતો. આ પ્રવાસન સ્થળને ફરી ખોલવા માટે તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આ માટે ઓનલાઇન બુકિંગ પણ શરૂ થઇ જશે. જંગલ સફારી પાર્ક, ચિલ્ડ્રન પાર્ક અને રમાડા હોટલ ટેન્ટ સિટી સહીત અનેક પ્રોજેક્ટો ખુલ્લા મુકાશે. જેથી હવે ફરવાના શોખીન લોકો કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ લાહવો માણી શકશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં દરરોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે.