ભારતના અનેક રાજ્યો અતિવૃષ્ટિની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેના કારણે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. કોઈ જગ્યાએ પૂર છે તો કોઈ જગ્યાએ જમીન ધસી પડી છે અને એ સ્થિતિને કારણે સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં એક ગામમાં ભેખડ ધસી પડતા તેની નીચેના વિસ્તારોમાં રહેતા 300થી વધુ લોકોને અસર થઇ હતી અને અત્યાર સુધીમાં 27 લોકોના મૃતદેહો મળ્યા હોવાનું કહેવાય છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને પ્રત્યેકના પરિવારને રૂ. 15,000 લેખે કુલ ચાર લાખ પાંચ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચતી કરાશે. આ જ પ્રમાણે જુનાગઢ શહેરમાં એક મકાન ધસી પડતા ત્રણ લોકોના મૃત્યુ થયા હતા અને એ પછીથી એ પરિવારની એક બહેનનું પણ મૃત્યુ થયું હતું.  ઉપરાંત એક વૃદ્ધનું પણ એ જ ઘટનામાં દબાઈ જતા મૃત્યુ થયું હતું અને એક અન્ય વ્યક્તિનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. આમ કુલ જૂનાગઢમાં કુલ છ અપમૃત્યુ થયા હતા જેના પરિજનોને પણ પૂજ્ય બાપુ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને પ્રત્યેકના પરિવારને રૂ. 15,000 લેખે કુલ 90,000ની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. કુલ મળીને રૂપિયા ચાર લાખ પંચાણું હજારની સંવેદના રાશિ અર્પણ કરવામાં આવી છે.
તમામ મૃતકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી છે અને પરિવારજનોને દિલસોજી પાઠવી છે.

LEAVE A REPLY

5 × 1 =