ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન કંપનીઓને ડોમેસ્ટિક ફ્લાઇટમાં લગેજની મર્યાદા નક્કી કરવાની મંજૂરી આપી હોવાનું એક અધિકારીએ કહ્યું હતું. કોરોના મહામારીના કારણે લગભગ બે મહિના પછી 25 મેથી ડોમેસ્ટિક ફલાઇટની શરૂઆત કરવામાં આવી છે ત્યારેમંત્રાલયે કહ્યું હતું કે દરેક પેસેન્જરને એક હેન્ડ બેગ અને એક ચેક ઇન બેગ લઇ જવાની છુટ આપવી જોઇએ.

23 સપ્ટેમ્બર,2020ના એક ઓર્ડરમાં મંત્રાલયે કહ્યું હતું કે બેગેજની મર્યાદા એરલાઇનના ઘારાધોરણે પ્રમાણે જ  નક્કી કરે એ યોગ્ય છે. સબંધિત હિત ધરાવતા લોકો તરફથી મળેલા પ્રતિસાદના આધારે ચેક ઇન બેગેજની બાબતની સમીક્ષા કરાઇ હતી એમ મંત્રાલયે કહ્યું હતું. હાલમાં એરલાઇન્સને કોવિડ-19 પહેલાની ડોમેસ્ટિક ફલાઇટની તેમના કુલ ક્ષમતાના 60 ટકા જ પેસેન્જરો લઇ જવાની મંજૂરી અપાઇ છે.