ભારતના જાણીતા સિંગર એસ પી બાલાસુબ્રમણ્યમને પદ્મ અવોર્ડ મળ્યો તે સમયની ફાઇલ તસવીર (Getty image)

બોલીવુડના જાણીતા સિંગર એસ પી બાલા સુબ્રમણ્યનું કોરોનાના કારણે શુક્રવારે અવસાન થયું હતું. તેઓ 74 વર્ષના હતાં ગયા મહિને કોરોનાથી સંક્રમિત થયા હતા અને ચેન્નાઇની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મનોરંજન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ આ દુ:ખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

5 ઓગષ્ટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એસ પી બાલા સુબ્રમણ્યમે 16 ભારતીય ભાષાઓમાં લગભગ 40 હજારથી વધારે ગીતો ગાયા હતા. તેમને પદ્મશ્રી (2001) અને પદ્મભૂષણ (2011) જેવા સન્માનો સહિત અનેક એવૉર્ડ્સ પણ મળ્યાં હતા. એસ પી બાલા સુબ્રમણ્યમે પહેલા હિંદી ફિલ્મ ‘એક દૂજે કે લિએ’ (1981)માં કામ કર્યું હતુ. આ ફિલ્મ માટે તેમને નેશનલ ફિલ્મ એવૉર્ડ ફૉર બેસ્ટ મેલ પ્લેબેક સિંગર એવૉર્ડ મળ્યો હતો. 1989માં તેમણે સલમાન ખાન માટે ગીતો ગાવાનું શરૂ કર્યું હતુ. એસપીનું પૂરું નામ શ્રીપતિ પંડિતારાધ્યુલા બાલાસુબ્રહ્મણ્યમ હતું.