દક્ષિણ આફ્રિકાના વેન્ડામાં રહેતા બિન નિવાસી ગુજરાતી (NRG) અરકામ હાજી યુસુફ પટેલ પર લુંટારાની ગેંગે હુમલો કર્યો હતો અને તેમના પર ગોળીબાર કર્યા હતા. લુંટના ઇરાદાથી સુપરમાર્કેટ નજીક 32 વર્ષીય અરકામ પર હુમલો કરાયો હતો. અહીં એનઆરજી પરનો આવો બીજો હુમલો છે.

અરકામના સંબંધી સલીમ પટેલે જણાવ્યું હતું કે વેન્ડાના ત્શીસાહુલુ ગામમાં આવેલા ખાખુ સુપરમાર્કેટ નજીક શુક્રવારની સાંજે હુમલો થયો હતો. ત્રણ લૂંટારા કારમાં આવ્યા હતા અને અરકામની કાર નજીક ઘસી ગયા હતા. લૂંટારાએ તેમની રિવોલ્વરમાંથી બે વખત ફાયરિંગ કર્યું હતું. અરકામને એક ગોળી માથામાં આવી હતી. તેમણે 5,000 રેન્જ, મોબાઈલ ફોન અને બીજી કિંમતી વસ્તુઓની લૂંટ કરી હતી. અરકામને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમની તબિયત સ્થિર છે.

ગુજરાતના ભરૂચ જિલ્લામાં વોરા સામણી ગામમાં અગાઉ રહેતા અરકામના પિતા હાજી યુસુફ પટેલે બે દાયકા પહેલા વેન્ડામાં આવ્યા હતા. અગાઉ જૂનમાં ભરુચ જિલ્લાના જંબુસરના બીજા એનઆરજી બસિર લાલસાને પણ આવી જ રીતે લૂંટી લેવામાં આવ્યા હતા.