પ્રીમિયર લીગ અને ઇએફએલ તા. 3 એપ્રિલ સુધી સ્થગિત

કોરોનાવાયરસના ફેલાવાના કારણે એફએ વીમેન્સ સુપર લીગ, વીમેન્સ ચેમ્પિયનશીપ, તમામ પ્રીમિયર લીગ ગેમ્સ, ઇએફએલ ફિક્સ્ચર્સ અને તમામ એલાઇટ ફૂટબોલ મેચો ઓછામાં ઓછુ તા. 3 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. પ્રીમિયર લીગે કહ્યું હતુ કે તા. 4 એપ્રિલે “તબીબી સલાહ અને શરતોને આધિન” ફરી શરૂ થશે. ફૂટબૉલ એસોસિએશને જણાવ્યુ હતુ કે ઇંગ્લેન્ડની ઇટાલી સામે 27 માર્ચે અને તે પછી ડેનમાર્ક સામેના મેચ બંધ રાખવામાં આવી છે.

EFLએ જણાવ્યું હતું કે ક્લબ્સને “ખેલાડીઓની ઉપસ્થિતી, તાલીમના મેદાનની મુલાકાત અને ફેન મીટિંગ્સ” જેવી “બિન-આવશ્યક પ્રવૃત્તિઓ” સ્થગિત કરવાની સલાહ આપવામાં આવી હતી. UEFAએ ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગ ફિક્સર સ્થગિત કરી છે. તો શ્રીલંકામાં ઇંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ શ્રેણી રદ કરવામાં આવી છે. સ્કોટિશ ફૂટબૉલ સિઝનની બાકીની મેચો, ફોર્મ્યુલા E રદ કરવામાં આવી છે.

આર્સેનલના મેનેજર મિકેલ આર્ટેટાનો વાયરસ ટેસ્ટ પોઝીટીવ જણાયો હતો. જ્યારે ચેલ્સિના સ્ટ્રાઈકર કેલમ હડસને અસરગ્રસ્ત હોવાનુ જણાવ્યુ હતુ. જ્યારે એવર્ટને ટીમના ખેલાડીએ લક્ષણો હોવાનુ જણાવ્યુ હતુ. આ અઠવાડિયાની શરૂઆતમાં, આર્સેનલ, ચેલ્સિ, લેસ્ટર સિટી, બોર્નમાઉથ, માન્ચેસ્ટર સિટી, જુવેન્ટસ અને રીઅલ મેડ્રિડ સહિતની ઘણી ક્લબોએ જાહેર કર્યું હતું કે રમી રહેલા સ્ટાફ ને અન્યો આઇસોલેટ થયા છે.