રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી તેમના પુત્રો જય અનમોલ અને જય અંશુલ સાથે. (ANI Photo)

સરકારી બેન્ક બેન્ક ઓફ ઇન્ડિયા સાથે કથિત રૂ.228 કરોડના ફ્રોડમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અનિલ અંબાણી અને રિલાયન્સ હોમ ફાઇનાન્સ (RHFL) સામે કેસ દાખલ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, સીબીઆઈએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ, જય અનમોલ અનિલ અંબાણી અને રવિન્દ્ર શરદ સુધાકર, બંને RHFLના ડિરેક્ટરો સામે બેંક (ભૂતપૂર્વ આંધ્ર બેંક)ની ફરિયાદ પર કાર્યવાહી કરી હતી. કંપનીએ બિઝનેસ જરૂરિયાતો માટે મુંબઈમાં બેંકની SCF શાખામાંથી રૂ.450 કરોડની ક્રેડિટનો લાભ લીધો હતો. જોકે કંપની આ લોનના હપ્તા ભરવામાં નિષ્ફળ ગઈ હતી અને તેનાથી તેના લોન એકાઉન્ટને બિન કાર્યક્ષમ અસ્કયાતમ (એનપીએ) તરીકે 30 સપ્ટેમ્બર 20219ના રોજ વર્ગીકૃત કરાયું હતું.

તેમણે જણાવ્યું હતું કે ગ્રાન્ટ થોર્ન્ટન (GT) દ્વારા 1 એપ્રિલ, 2016થી 30 જૂન, 2019 સુધીના સમીક્ષા સમયગાળા માટે ખાતાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી, જેમાં બહાર આવ્યું હતું કે ઉધાર લીધેલા ભંડોળને સગેવગે કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY