(Photo by NARINDER NANU/AFP via Getty Images)

ભારતના કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બુધવારે સ્મૃતિ ઇરાનીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી હતી કે મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મારા સંપર્કમાં આવેલા લોકોએ વહેલાસર કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઇએ.
અગાઉ ગૃહ પ્રધાન અમિત શાહ, પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ કોરોના સંક્રમિત બન્યા હતા અને તેમાંથી રિકવરી થયા હતા.