(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

નવી પેઢીનો ટોચનો સ્ટાર ટાઇગર શ્રોફ લોકડાઉન દરમિયાન પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપવાની સાથેસાથે આગામી ફિલ્મોની તૈયારીમાં પણ વ્યસ્ત હતો. સાજિદ નડિયાદવાળીની હીરોપંતી ટુમાં પણ ટાઇગર મુખ્ય પાત્રમાં જોવા મળશે. ટાઇગરની પહેલી ફિલ્મનું નામ હીરોપંતી હતુ જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પછી ટાઇગર પોતાની કારકિર્દીમાં આગળ જ વધતો રહ્યો છે. સાજિદ હવે આ ફિલ્મની સિકવલ બનાવીની તૈયારી કરી રહ્યો છે. હીરોપંતી ટુમાં ટાઇગર શ્રોફ એક જાસૂસની ભૂમિકામાં છે.જ ેએક રહસ્યમય ઘટના પરથી પડદો ઉપાડે છે. આ ફિલ્મમાં પણ દરેક ફિલ્મની માફક ભરપુર એકશન દ્રશ્યો હશે, જેમાં આશ્ચર્યજનક એ છે કે આ વખતે તે સ્ટાઇલિશ એકશન કરતો જોવા મળશે.