પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોરોના મહામારી અને બ્લેક ફંગસ બાદ રાજકોટમાં એસ્પરગિલોસિસ નામની ફંગસના કેસોમાં મોટો વધારો થયો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આ ફંગસના 100થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે, એમ ડોક્ટર્સે રવિવારે જણાવ્યું હતું.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર કોરોનામાંથી રિકવરી બાદ 20થી 40 દિવસ પછી દર્દીઓને આ ફંગસ થવાની શક્યતા રહે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 400 દર્દીઓથી 20 ટકા દર્દીઓને એસ્પરગિલોસિસ ફૂગથી ફેફસાંમાં ઇન્ફેક્શન થયું છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાાર આ ફંગસ મ્યુકોરમાઇકોસિસ જેટલી ઘાતક નથી. પરંતુ એની વહેલી તકે સારવાર કરાવવી જરૂરી છે. આવા રોગની સારવાર મોટાભાગે ટેબ્લેટથી જ થઈ જતી હોય છે. એક ટેબ્લેટની કિંમત અંદાજિત 700થી 800 રૂપિયા છે. આ ફંગસની સારવાર 21 દિવસ સુધી ચાલે છે.