જબલપુરમાં 19મે 2021ના રોજ ડોક્ટર્સ દ્વારા મેડિકલ કોલેજમાં બ્લેક ફંગસના દર્દીની સારવાર (PTI Photo)

રાજસ્થાન સરકારે બુધવારે મ્યુકરમાઇકોસિસ અથવા બ્લેક ફંગસને એપિમેડિક જાહેર કરી હતી. રાજ્યના તબીબી અને આરોગ્ય વિભાગે આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડ્યું હતું. કોરોના સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓમાં આ બિમારીના વધુ કેસ આવી રહ્યા છે. રાજસ્થાન બ્લેક ફંગસના આશરે 100 કેસ નોંધાયા છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં બ્લેક ફંગસના કેસ અને તેનાથી મોતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનના આરોગ્ય સચિવ અખિલ અરોરા દ્વારા જારી કરાયેલ એક સૂચના અનુસાર, બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતા અને કોરોના વાયરસના ચેપની આડઅસર તરીકે મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો અને બ્લેક ફૂગની એકીકૃત અને સંકલિત સારવાર આપવાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજસ્થાન મહામારી અધિનિયમ 2020ની કલમ 3ની ધારા 4 અંતર્ગત મ્યૂકરમાઇકોસિસને સંપૂર્ણ રાજ્યમાં એપિડેમિક તથા અધિસૂચનિય રોગ તરીકે જાહેર કરાયો છે.