(Photo by Paul Ellis - WPA Pool/Getty Images)

કોરોનાવાયરસના રોગચાળા દરમિયાન હવાઈ મુસાફરીમાં આવેલા પતન અને ત્યારબાદના આર્થિક લોકડાઉન અને હલનચલન પરના પ્રતિબંધોને પગલે રોલ્સ રોયસને જંગી નુકશાન થયું છે અને હવે તે પોતાના ભવિષ્ય માટે ચિંતીત છે.

રોલ્સ રોયસે ગઈકાલે રોગચાળા દરમિયાન તેના વ્યવસાયમાં આગળ વધવાની ક્ષમતા અંગે ચેતવણી આપી હતી. રોલ્સ રોયસને અડધા વર્ષમાં જ £5.4 બિલીયનનું નુકશાન થયું છે અને તેના ફાયનાન્સ ડેયરેક્ટરે કંપની છોડી દીધી છે. એન્જિનિયરિંગ જૂથે જણાવ્યું હતું કે આ એક ગંભીર પરંતુ બુદ્ધિગમ્ય નુકસાનકારક સ્થિતી છે અને તેની કામગીરી અને બજારોમાં આર્થિક અસ્થિરતાના કારણે વધારે નુકશાન થશે.

કોવિડ-19 રોગચાળાને કારણે સર્જાયેલી અનિશ્ચિતતા – અને તેથી કોમર્શીયલ એવિએશન પર પડેલી અસર અને પૂરતા ભંડોળની ઉપલબ્ધતાને કારણે રોલ્સ રોયસ ગૃપ ચિંતીત છે.