ધ ટાઇમ્સ અખબાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં જણાવાયું છે કે બ્રિટને પાકિસ્તાનમાં 120,000 બાળકો માટે બનાવેલા વર્ગખંડો ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતાના કારણે ત્યજી દેવામાં આવ્યા છે. બ્રિટિશ એઇડના સૌથી મોટા એજ્યુકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ચલાવતા અધિકારીઓએ ભૂકંપના ક્ષેત્રમાં શાળાના મકાન બનાવવા માટે એક પેઢીને £50 મિલિયનથી વધુ ચૂકવ્યા હતા. તેમ છતાં, આખરે વર્ગખંડોને તેની ભૂલ ભરેલી ડિઝાઇનને કારણે ત્યજી દેવાયા હતા અને વિદ્યાર્થીઓને તંબૂમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને રોગચાળા દરમિયાન તેઓ હાલની ઇમારતોમાં ઘૂસી ગયા હતા.

ગયા વર્ષે જ્યારે પ્રથમ વખત આ બીના બહાર આવી ત્યારે શાળાના વિદ્યાર્થીઓની દુર્દશાને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે વર્ષોથી મંત્રીઓને અંધારામાં રાખવામાં આવ્યા હતા. બોરિસ જ્હોન્સને પાકિસ્તાની બાળકોના શિક્ષણ પ્રત્યે બ્રિટનની ઉદારતાના સ્મરણાર્થે એક શાળામાં તકતી પણ મૂકી હતી. જો કે તેઓ ડિઝાઇન સુરક્ષા અંગે અજાણ હતા.